LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ૨૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે

મહીસાગર જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ૨૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે.

અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ૨૫ ફેબ્રુઆરીના રોજ તાલુકા-ગ્રામ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

અરજદારોએ પોતાના પ્રશ્નો સંબંધિત કચેરીને ૧૦ ફેબ્રુઆરી સુધીમાં નિયત નમુનામાં મોકલી આપવાના રહેશે

મહીસાગર જિલ્લાના તમામ તાલુકા માટે ફેબ્રુઆરી-૨૦૨૬નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૨/૨૦૨૬ બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૨/૨૦૨૬ ને ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજવાનો છે જેમાં જિલ્લા અને તાલુકાઓમાં વર્ગ -૧ કક્ષાના અધિકારીઓ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.

ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/ રજુઆત અંગેની અરજી “મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ સંબંધિત ગામનાં તલાટી/ મંત્રીને સંબોધીને ૧ થી ૧૦ તારીખ સુધીમાં આપવાની રહેશે. તા.૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં મળેલ અરજીને તાલુકા સ્વાગત કાર્યક્રમાં સમાવવામાં આવશે.

તાલુકા સ્વાગતમાં ભાગ લેવા માટે આરાજદારે “મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ એક જ પ્રશ્ન સંબંધિત અધિકારી કચેરીને કરેલી અરજીની એક નકલ સાથે સંબંધિત મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણના કાર્યક્રમના મથાળા હેઠળ ૧ થી ૧૦ તારીખ સુધીમાં આધાર પુરાવા સાથે આપવાની રહેશે. તા.૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં મળેલ અરજીને તાલુકા સ્વાગત કાર્યક્રમાં સમાવવામાં આવશે.

જિલ્લા સ્વાગતમાં ભાગ લેવા માટે અરજદારેમારી અરજી જિલ્લા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ એક જ પ્રશ્ન સંબંધિત અધિકારીની કચેરીએ કરેલી અરજીની એક નકલ સાથે અત્રેની કચેરીને “જિલ્લા ફરિયાદ નિવારણના કાર્યક્રમ” એમ અરજીના મથાળે લખી તારીખ ૧ થી ૧૦ સુધીમાં આધાર પુરાવા સાથે આપવાની રહેશે. તા.૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં મળેલ અરજીને “જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં” સમાવવામાં આવશે.

આમ, જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના વ્યક્તિગત /અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ન સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીને કરેલી અરજીની નકલ સાથે સંબંધિત કચેરીને મોકલી આપવાની રહેશે.

Back to top button
error: Content is protected !!