MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધ્ધાર્થ દ્વારા વેલણવાડાના પશુપાલકો સાથે સંવાદ સાધવામાં આવ્યો.

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધ્ધાર્થ દ્વારા વેલણવાડાના પશુપાલકો સાથે સંવાદ સાધવામાં આવ્યો.
***

અમીન કોઠારી મહીસાગર.

મહીસાગર જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા અને પાયાના સ્તરે પશુપાલકોની સ્થિતિ જાણવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધ્ધાર્થે લુણાવાડા તાલુકાના વેલણવાડા ઉમિયાનગરની તથા ધી ઉમિયા દૂધ ઉત્પાદક મંડળીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સંચાલકો અને પ્રગતિશીલ પશુપાલકો સાથે સીધો સંવાદ સાધી તેમના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આ પ્રેરણાદાયી મુલાકાતથી સ્થાનિક પશુપાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વેલણવાડાના પ્રગતિશીલ પશુપાલકોના તબેલાની રૂબરૂ મુલાકાત લીધી હતી. પશુપાલન ક્ષેત્રે પશુપાલકો દ્વારા કરવામાં આવતી આધુનિક કામગીરી અને પશુઓની માવજત જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.ડીડીઓશ્રીએ પશુપાલકો સાથે વાતચીત કરી તેમની પશુપાલન પદ્ધતિઓ અને દૂધ ઉત્પાદન વિશે માહિતી મેળવી હતી. તેમણે પશુપાલકોને વધુ સારા ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ મુલાકાત દરમિયાન પશુપાલકોએ તેમને પડતી વિવિધ મુશ્કેલીઓ અને પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ આ સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને જિલ્લા કક્ષાએ જે કંઈ પણ સુધારા કરી શકાય તે માટે હકારાત્મક ઉકેલની ખાતરી આપી હતી. તથા ખેડૂતો અને પશુપાલકોની આવક કેવી રીતે વધી શકે અને પશુપાલન વ્યવસાયને વધુ સમૃદ્ધ કેવી રીતે બનાવી શકાય તે અંગે તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ મુલાકાતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે એસ સુવેરા, નાયબ પશુપાલન નિયામકશ્રી એમ. જી. ચાવડા સ્થાનિક દૂધ મંડળીના ચેરમેનશ્રી , સેક્રેટરી તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!