
તા.૧૩.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત ના જન્મદિન નિમિતે ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ – એક માનવીય પહેલ
દાહોદ જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત ના અધ્યક્ષ સ્થાને રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જ્યાં લોકો પોતાનો જન્મદિન પાર્ટી,કેક અને ભોજન સાથે ઉજવે છે, ત્યાં એક અલગ અને પ્રેરણાદાયક રીતે જન્મદિનની ઉજવણી તરીકે રક્તદાન કેમ્પનું આયોજન કરવું એ એક અમૂલ્ય સેવાકાર્ય છે. ડૉ ઉદય ટીલાવત દ્વારા અત્યાર સુધીમાં 26મી વખત રકતદાન કરીને એક સેવાકાર્ય કર્યું આ રકતદાન કેમ્પ દ્વારા દાહોદ જીલ્લાની લોહીની ઉણપવાળી સગર્ભા માતાઓ અને નવજાત શિશુ માટે તથા જરૂરમંદ દર્દીઓને જીવ બચાવવા માટે જરૂરી રક્ત ઉપલબ્ધ કરાવવું.સમાજમાં રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવી.મિત્રો અને પરિવારજનોને સામાજિક સેવા માટે પ્રેરિત કરવી.રક્તદાન કેમ્પના ફાયદાઓ 1. દરેક બોટલ રક્ત 3 જીવન બચાવી શકે છે.2. દાતાને પણ આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે (નિયમિત રક્તદાન આયર્ન લેવલ બેલેન્સ કરે છે).3. સમાજમાં એક ઉદાહરણ સ્થાપિત થાય છે.4. યુવાનોને સામાજિક જવાબદારી તરફ આકર્ષે છે.આ રક્તદાન કેમ્પમાં દાહોદ જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ અને સમાજ સેવકો દ્વારા કુલ 108 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું આ રકતદાન કેમ્પ ખાસ કરીને દાહોદ જિલ્લાની અતિ કુપોષિત સગર્ભાઓ માતાઓ માટે ખાસ રાખવામાં આવ્યો આ રકતદાન કેમ્પ માં દાહોદ જીલ્લાના ડોકટર આરોગ્ય કર્મચારીઓ અને રક્તદાઓનો ડૉ ઉદય ટીલાવત દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો




