સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ડમ્પિંગ સાઈડ માં લાગી આગ.

સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ નટવા ગામે ડમ્પિંગ સાઈડમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા આજુબાજુ વિસ્તારની પ્રજા ભયભીત થવા પામી છે.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

આ પ્લાન્ટમાં આવેલા કચરાના ઢગલા માં આગ લગાડવામાં આવી છે કે પછી અન્ય કારણોસર આગ લાગી તેની ઉંડાણપૂર્વક તટસ્થ તપાસ કરાવવા ની માંગ ઉઠી છે.
આગ લાગી કે લગાવામાં આવી….??
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ડંપીગ સાઈડ માં લાગેલ આગ ને હોલવવા માટે
સંતરામપુર નગરપાલિકા દ્વારા ફાયર વિભાગ ની ટિમ મોકલવામાં આવી હતી અને ભારે જેહમત પછી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ આગ લાગતાં આજુબાજુ ના વિસ્તારમાં હવા માં ભારે પ્રદુષણ ફેલાયેલ જોવા મળતું હતું
સંતરામપુર નગરપાલિકા ચીફ ઓફિસર અને અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયેલ હતા ્આ ધટના માં આ પ્લાન્ટ ની આસપાસ ના રહીશો માં સંતરામપુર નગરપાલિકા ની નિષ્કાળજી ને બેદરકારી ની ચચૉ જોવાં મળે છે.




