MAHISAGARSANTRAMPUR

વિરપુર ના બારોડા ગામે ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ.

વિરપુરના બારોડા ગામે ઘાસચારાના ગોડાઉનમાં અચાનક આગ લાગતાં ઘાસચારો બળીને ખાક…

આગને કાબૂમાં લેવા 25 કિલોમીટર દૂર લુણાવાડા થી ફાયરબ્રિગેડ બોલાવી પડી…

અમીન કોઠારી :- મહીસાગર

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના બારોડા ગામ પાસેના પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારાના ગોડાઉનમાં એકાએક આગની ઘટના સામે આવી હતી જોકે ખેડૂતે ચોમાસાના સમયે પશુઓને ઘાસચારો પ્રમાણસર મળી રહે તે માટે હજારો રૂપિયાની કિંમતનું ઘાસસંગ્રહ કરી રાખ્યું હતું પરંતુ તેમાં એકાએક આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

’’બારોડા ગામે ગત મોડીરાત્રે મહેન્દ્રભાઈ કળુદાસ પટેલના પશુઓ માટે રાખેલ ઘાસચારાના ગોડાઉનમા અચાનક આગ લાગી હતી આગ લાગતાં ગોડાઉન માં રાખેલ મજુરે મોડીરાત્રે મહેન્દ્રભાઈ ને જાણ કરતા મહેન્દ્રભાઈ સહિતના ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા ખુબ પ્રયત્નો કર્યા હતા તેમ છતાં આગ કાબુમાં ના આવતા આખરે વીરપુર થી 25 કિલોમીટર દૂર લુણાવાડા ફાયર સ્ટેશનને જાણ કરતા ફાયર બ્રિગેડ ટેન્ક યુધ્ધના ધોરણે દોડી આવી હતી અને ફાયરના જવાનો દ્રારા આગ પર સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી જોકે ગોડાઉન માં રાખેલું ઘાસ સંપૂર્ણ બળીને ખાખ થયું હતું, પરંતુ પાણીનો મારો ચલાવી આગ બુજવવાથી આસપાસની પશુઓનો તબેલા સહિતની મિલકતોને નુકશાન થતું અટકાવી શકાયું હતું.

કલાકોની જહેમતના અંતે આગ પર કાબુ મેળવાયો હતો જ્યારે આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળેલ નથી ત્યારે હાલતો ખેડૂતે મહામુસીબતે પશુઓ માટેનો ઘાસચારો સંગ્રહ કરી રાખ્યો હતો જે બળીને ભસ્મ થતાં ખેડુત પરીવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે…

Back to top button
error: Content is protected !!