
મહીસાગર જીલ્લાના તમામ ખેડૂતોએ રવિ સિઝન દરમિયાન ખેતી માટે જરૂરી બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે કાળજી રાખવી અનિવાર્ય
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જીલ્લાના તમામ ખેડૂતોએ રવિ સિઝન દરમિયાન ખેતી માટે જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠત વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો, રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ/ટીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ ? તેની ખાતરી કરવી તથા કોઇ પણ સંજોગોમાં મુદત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહીં .
વધુમાં ત્રણેય ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ/સરનામા તથા તેની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ/લોટ નંબર/બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પુરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકુ બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલી/ટીન/લેબલ સાથે અવશ્ય કરી લેવી અને ખેડૂત ભાઈઓએ વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. પાકને નીંદામણ મુક્ત રાખવો જેથી નીંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય.
આ ઉપરાંત રાસાયણિક ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઇ શંકા કે સંશય હોય તો જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), ખેતીવાડી અધિકારીશ્રી(ગુ.નિ.), વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી), અથવા ગ્રામ સેવકનો સપર્ક કરવો.


