સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામે વણકર ફળિયામાં ગંદકીનું સામ્રાજ્ય
ભારે દુર્ગંધ મારતી ગંદકીથી સ્થાનિક રહીશો વારંવાર મુશ્કેલીમાં મુકાયા.
સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામે આવેલ મુખ્ય રસ્તા અને ચોકડી પર લાંબા સમયથી ભરપુર ગંદકી નું સામ્રાજ્ય
રિપોર્ટર… મહીસાગર:- અમીન કોઠારી
સ્થાનિક લોકો માં પંચાયત પ્રત્યે ભારે રોષ.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર તાલુકાના મોટી સરસણ
ગામ પંચાયત નાં વોડ નંબર 04 માં વણકર ફળિયા વિસ્તારમાં મુખ્ય ચોકડી ઉપર ગંદકી ની ભરમાર જોવા મળી રહી છે. અને સ્થાનિક રહીશો તેમજ આવતા જતા રાહદારીઓ મોટી સંખ્યામા આ વિસ્તાર માં ફેલાયેલી ગંદકી ના કારણે ગંભીર બીમારી ના શિકાર બને તેવી સ્થિતિ સર્જાઈ છે.
સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામની પંચાયત તથા ઉચ્ચ કક્ષાએ રાજકીય નેતાઓ બિરાજમાન હોવા છતાં ને અમુક નેતાઓ સંતરામપુર તાલુકાના મોટી સરસણ પંચાયત માં રહેતાં હોય ત્યારે મોટી સરસણ પંચાયત વિસ્તાર માં ગંદકી દુર કરવા આંખ આડા કાન કરવામાં આવે છે જે કેટલે અંશે વ્યાજબી ગણાય???
મોટી સરસણ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામની પંચાયત માં અવારનવાર રજુઆત કરવા છતાં આ ગંદકી કાયમી માટે દુર કરવા કોઈ નક્કર આયોજન આજદિન કરવામાં આવેલ નથી. જેથી આ 26 મી જાન્યુઆરી પહેલા આ ગંદકી પંચાયત દ્વારા દૂર કરવામાં આવે તેવી વોર્ડ નંબર 4 ના આજુબાજુના રહીશોની લોકમાંગ ઉઠવા પામી છે.