MAHISAGARSANTRAMPUR

*મહિસાગર જિલ્લાના કલેકટર અર્પિત સાગર બાલાસિનોર તાલુકાના વડલા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી*

*મહિસાગર જિલ્લાના કલેકટર અર્પિત સાગર બાલાસિનોર તાલુકાના વડલા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી*

મહિસાગર જિલ્લાના કલેકટર અર્પિત સાગર એ તાજેતરમાં બાલાસિનોર તાલુકાના વડદલા ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયતની કામગીરીની સમીક્ષા કરી. તેમણે ગામના વિકાસ કાર્ય, સ્વચ્છતા અભિયાન, પાણી પુરવઠા અને સરકારી યોજનાઓના અમલ વિશે માહિતી મેળવી. સાથે સાથે, કલેકટરએ ગ્રામજનોથી સીધી વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી.

વિશેષ કરીને કલેકટરે ગ્રામ પંચાયત, આંગણવાડી, સ્કૂલ અને આરોગ્ય કચેરી ની કામગીરીની સમીક્ષા કરી.તલાટી કમ મંત્રી ભાવેશગીરી ગોસાઈને સૂચના આપી કે તમામ સરકારી સેવાઓ સમયસર અને પારદર્શી રીતે પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવું.

કલેકટરે સ્થાનિક લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહન આપ્યું અને જરૂરી દસ્તાવેજો સમયસર તૈયાર કરાવવા માટે તાકીદ કરી.

આજરોજ મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર સાથે પ્રાંત અધિકારી, મામલતદાર બાલાસિનોર ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!