સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે 780 જેટલા મકાનોને નુકસાન થયેલા ખેડૂતોને સહાય આપવામાં આવી.

સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિ ના કારણે 780 જેટલા ખેડૂતો ના કાચા મકાન માં થયેલ નુકસાની પેટે અંદાજિત રુપિયા 30 લાખની સહાય જ્યારે 9 જેટલા પશુપાલકોને પશુ સહાય પેટ 4 લાખ ની સહાય આપવામાં આવી.
અમીન કોઠારી. :- મહીસાગર
કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી એ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ગામ, ગ્રામ પંચાયત તેમજ પોતાની આસપાસ સફાઈ રાખવા અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રી એ જણાવ્યું કે ૭૦ વર્ષથી ઉપરાના વડીલો ને આયુષ્માન યોજના નો લાભ લઈ શકશે.તેમજ આયુષ્માન યોજના ની વિશેષ માહિતી આપી હતી.
વધુમાં કાર્યકર્મ દરમિયાન તંત્ર ને સૂચના આપતા જણાવ્યું કે સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિ ના કારણે નુકસાન પામેલ કાચા મકાનોને પ્રધાન મંત્રી આવશ યોજના હેઠળ સર્વે કરી ને આવા અતિવૃષ્ટિ થી અસર પામેલાઓનેઅગ્રિમતા આપવા નું સુચન કર્યું હતું.
કાર્યક્રમ માં મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, સંતરામપુર તાલુકા પંચાયત ના પ્રમુખ હરીશ વળવાઈ, APMC ચેરમેન શાંતિલાલ પટેલ, જિલ્લા પંચાયત સભ્યપટેલ સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



