મહિસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર મા એસ.ટી. ડેપોની બસમાં ફરજ બજાવતા મહિલા કન્ડક્ટર પર હુમલો

મહિસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર મા
એસ.ટી. ડેપોની બસમાં ફરજ બજાવતા મહિલા કન્ડક્ટર પર હુમલો 
— ત્રણ શખ્સ સામે સંતરામપુર પોલીસ દ્વારા ગુનો નોંધી આગળ કાર્યવાહી શરૂ કરાઈ.
અમીન કોઠારી મહીસાગર…
સંતરામપુર તાલુકામાં દિન-દહાડે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એસ.ટી. બસમાં ફરજ બજાવતી મહિલા કન્ડક્ટર પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે. જેમાં સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, બાલાસિનોર નિવાસી છાયાબહેન મહેશભાઈ વાળંદ એસ.ટી. નિગમમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે. 28 મે, 2025ના રોજ તેઓ ઝાલોદ ખાતે બપોરે 3:20 વાગ્યે પહોંચ્યા હતા. ચા-નાસ્તા માટે થોડા સમય માટે બસ બાજુમાં મુકી, બસમાં બેસવા ઈચ્છુક મહિલાને પ્લેટફોર્મ પર બસ મૂકે પછી બેસવા માટે જણાવ્યું હતું.

મહિલા મુસાફર આશાબહેન ઇશ્વર રાઠોડ દ્વારા કન્ડક્ટર સાથે બોલાચાલી શરૂ કરાઈ, જેને લઈ બસ સ્ટેશન પર હોમગાર્ડની હાજરીમાં મામલો થાળે પાડવામાં આવ્યો હતો. છાયાબહેન દ્વારા મુસાફરને હીરાપુર સુધીની ટિકિટ આપી બસ જકડી હતી.
જોકે, સંતરામપુર નજીક હીરાપુર ગામની ચોકડી પર બસ ઉભી રહી ત્યારે આશાબહેન રાઠોડ, તેમના પતિ ઈશ્વરભાઈ રાઠોડ તથા પુત્ર વનરાજ રાઠોડ બસમાં ઘુસી છાયાબહેન પર હુમલો કર્યો.
આ અંગે છાયાબહેન દ્વારા સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસએ ત્રણેય આરોપીઓ સામે IPC કલમો હેઠળ ગુનો નોંધી આગળ તપાસ શરૂ કરી છે.
આ ઘટના સરકારી કર્મચારીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને એસ.ટી. વિભાગ તથા સ્થાનિક પ્રશાસન તરફથી યોગ્ય રક્ષણાત્મક પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




