સંતરામપુર નગરના પરતાપૂરામાં આવેલ બાપા સીતારામ ની મઢુલી માં ચોરી થઈ

અમીન કોઠારી મહીસાગર
તા. ૧૨/૭/૨૪
સંતરામપુર નગરમાં પ્રતાપપુરા માં આવેલ બાપા સીતારામની મઢુલી ની દાનપેટીમાંથી તસ્કરી કરી ચોરો થયા ફરાર.
સંતરામપુર ના પ્રતાપપુરા માં આવેલ બાપા સીતારામની મઢુલીમાથી દાનપેટીમાંથી તસ્કરી કરી ચોરો થયા ફરાર થયા છે ની ઘટના સામે આવી છે.
મહારાજ સેવા કરવા આવેલ હતા, તે દરમિયાન આ મઢુલીનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો, અને દરવાજાની આગળ એક લોખંડી કોસ ઘટના સ્થળે પડેલ જોવા મળી હતી. અને ત્યા દરવાજાનો નચૂકો તોડીને કોઇ ચોરો અંદર પ્રવેશ કરી દાન પેટીમાં મુકેલ રોકડ રકમ ચોરો ચોરી કરી અંજામ આપી ફરાર થઈ ગયેલ છે.
સંતરામપુર નગરમાં ચોરીઓની ઘટના અવર નવર બનતા લોકોમાં ડર અને ભય માહોલ જોવા મળ્યો છે. સંતરામપુરના બાપા સીતારામ મઢુલીમાં સેવા આપતા મહારાજ અને ટ્રસ્ટીઓ દ્વારા આ બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશન માં ચોરીની ઘટનાની ફરીયાદ આપેલ છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે,
સંતરામપુર નગરમાં આવેલ અલગ-અલગ વિસ્તારોમાંથી પણ થોડા સમય અગાઉ મોટર સાયકલોની પણ ધોળા દિવસે ચોરી થયેલ નાં બનાવ બનેલ જોવાં મળે છે.. જેમાં સંતરામપુર નગરમાં દિવસ દિવસે ચોરીના બનાવો વધતા જોવા મળી રહ્યાં છે.
સંતરામપુરમાં પોલીસ દ્વારા નગરમાં સઘન પોલીસ પેટ્રોલિંગ હાથ ધરાય અને આ સંતરામપુરમાં થયેલ હાલની ચોરીઓ અને અગાઉ થયેલ ચોરીઓ નો ભેદ સંતરામપુર પોલીસ અને મહિસાગર જિલ્લા પોલીસ વ્હેલી તકે ઉકેલે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.



