ડીટવાસ પોલીસને મળેલ બાતમી ના આધારે રાજસ્થાન બાજુથી છોટા હાથીમાં ગુજરાત તરફ લઈ જવાતો દારૂ ઝડપાયો….
અમીન કોઠારી મહીસાગર…
ડીટવાસ પોલીસ ને મળેલ બાતમીના આધારે રાજસ્થાન બાજુ થી છોટાહાથી પીક અપ ગાડી માં રાજસ્થાન તરફથી દારુ ભરી ને તે વાહન કરવાઈ થઈને કડાણા તરફ જનાર હોઈ તેથી ડીટવાસ પોસ ઈ વી.એ.ચોધરીતેમના પોલીસ સ્ટાફ સાથે રાકાકોટ ચાર રસ્તા પાસે વોચમાઊભા રહેલ ને બાતમી વાળુ વાહન આવત ખાનગી વાહનો ની આડશ કરીને વાહન ઉભું રખાવેલ.
વાહનચાલક ને નીચે ઉતારી ને પુછપરછ કરતા ને વાહનનું ચેકીંગ કરતા વાહન નં.આરજે.03.જી.4836 માં બોડીના ઉપરનાં ભાગમાં તથા નીચે નાં ભાગે બનાવેલું ચોરખાના માં મુકેલ ખાખીપુઠા માં માં થી વગરપાસપરમીટ નાં કાચનાં કવૉટરીયા નંગ.864 કીંમત રુપિયા 278480.નો દારુ નો જથ્થો મલી આવેલ.
પોલીસે છોટાહાથી વાહન ચાલક પ્રભુલાલ સોજીલાલબંજારા રે.છોગાખેડા મોનીયાજી રાજસમંદ.રાજસથાન નાઓને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરીને દારુ કિંમત રૂ પીયા 278480તથા મોબાઈલ કીંમત રુપિયા ત્રણ હજાર નો તથા વાહન કિંમત રૂપિયા એક લાખ પચ્ચાસ હજાર નો તથા લોખંડના પીપડા નંગ.32 કિંમત રૂપિયા 51200 નો મલી કુલ રુપિયા 4.80,680. નો મુદ્દામાલ કબજે કરી ને ગુનો નોંધી ને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
દિવાળી નો તેહવાર આવતો હોઈ બુટલેગરો દારુ નો જથ્થો દિવાળી અગાઉ સ્ટોક કરવા રાજસ્થાન તરફથી દારુ ની અવારનવાર ખેપ મારી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.