
સમીર પટેલ, ભરૂચ
વાગરાના એક ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરી કાયદાની સંઘર્ષમાં આવતો બાળક નાસી છુટ્યો હતો. દરમિયાનમાં સ્થાનિક પોલીસ સહિત એલસીબીની ટીમ તેને ઝડપી પાડવા માટે જોતરાતાં આખરે ભરૂચના દહેજ બાયપાસ વિસ્તારમાં ઝાડીઓમાં સંતાયેલી હાલતમાં ઝડપાઇ ગયો હતો. વાગરા તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતાં પરિવાર પૈકીના માતા-પિતા કામ અર્થે ઘરેથી ગયાં હતાં. અરસામાં તેમની સગીર પુત્રી અને પુત્ર ઘરે એકલાં જ હતાં. દરમિયાનમાં તેમના વિસ્તારમાં જ રહેતાં એક સગીરને સગીરા ઘરે એકલી હોવાનું માલુમ પડતાં તે તેના મિત્ર સાથે ત્યાં પહોંચ્યો હતો. અને તેણે સગીરાને કોઇ રીતે એક ઓરડીમાં લઇ ગયો હતો.
સગીરાને લઇ જતાં તેના નાના ભાઇએ જોઇ જતાં તે પણ પાછળ પાછળ જતાં મિત્રએ તેને પકડીને બહાર લઇ ગયો હતો. જ્યારે કાયદાની સંઘર્ષમાં આવતાં સગીર બાળકે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ હોબાળો થતાં બાળક ત્યાંથી નાસી છુટ્યો હતો. બનાવને પગલે વાગરા પોલીસે ગુનો નોંધતાં સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં ભરૂચના દહેજ બાયપાસ રોડ પર શિલ્પી સ્કવેર શોપિંગ પાસેના બાવળિયામાં સંતાયેલી હાલતમાં તે ઝડપાઇ જતાં પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાગરા તાલુકાના એક ગામમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના થતાં પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. પોલીસે બાળકીને તુરંત મેડિકલ ટેસ્ટ માટે મોકલી દેવાઇ હતી. ઉપરાંત તેની સાથે થયેલાં કૃત્ય બાદ તેની માનસિક સ્થિતીને ધ્યાનમાં રાખી તેનું કાઉન્સિલીંગ પણ કરવાની કવાયત પોલીસે હાથ ધરી છે. બીજી તરફ પોલીસે ગણતરીના સમયમાં જ કાયદાના સંઘર્ષમાં આવતાં બાળકને ઝડપી પાડી તેને જૂવેનાઇલ હોમમાં મોકલી દેવામાં આવ્યો હતો.



