
વિજાપુર અંબર સોસાયટી પાસે બે દુકાનો માર્કેટ યાર્ડ ની આઠ દુકાનો નો તાળા તોડી કુલ રોકડ રકમ મળી ને રૂ.4,37,700 નો મુદ્દામાલ ની ચોરી
એકજ રાત્રીએ 10 દુકાનો ના તાળા તોડી તરખાટ મચાવ્યો પોલીસ દોડતી થઈ
ચોરોએ ચોરી કરી પોલીસ ને આપી ચેલેન્જ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મણીપુરા રોડ અને માર્કેટ યાર્ડ બજાર ની દુકાનો સહિત 10 જેટલી દુકાનો ના તાળા તોડી કુલ રૂપિયા 4,37,700/- રૂપિયા ની ચોરી કરી પોલીસ ને તસ્કરો એ ચેલેન્જ આપી હતી. રાત્રી ના સમયે પેટ્રોલીંગ કરતી પોલીસ એ રાત્રીએ શું કરી રહી હતી તેવા લોકો મા પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. રાત્રી ના થયેલ ચોરીના બનાવ ને પગલે પોલીસ રાત્રી દરમ્યાન પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ ઊભી થવા પામી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મણીપુરા રોડ ઉપર આવેલ દરજી ની દુકાન અને પાસેના પાર્લર તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બજાર મા આવેલ દુકાનો પ્લોટ નંબર 49 પટેલ પ્રવીણ કુમાર રાજેન્દ્ર કુમાર ની દુકાન માંથી રોકડ રકમ રૂ. 27,000/- જેમની દુકાનમાં લાગેલ સીસી કેમેરા મા ચાર જણા લાકડી ધોકા સાથે દેખાય છે. જેમનો દુકાન નો માલ વેર વિખેર કરેલ પ્લોટ નંબર 45 રમેશ ભાઈ સોમા ભાઇ ની કંપની મા લોખંડ ની તિજોરી તોડી માલ વેર વિખેર કરી રોકડ રકમ રૂ.1,25,000/- ની ચોરી તેમજ પ્લોટ નંબર 42 માંથી મહેશ્વરી નિખિલ કુમાર સુરેશ કુમાર ના ગોડાઉન માંથી તાળું તોડેલ પણ રોકડ રકમ મૂકી નથી જેમાં ચોરો એ તાળું તોડેલ હતુ. તેમજ પ્લોટ નંબર 41 મા શંકર ટ્રેડિંગ નામની દુકાન છે. જેનો નકુચો તૂટેલો છે જેમાં કાઉન્ટર મા મૂકેલા રોકડ રકમ રૂ. 25,000/- ચોરીને લઈ ગયેલ પ્લોટ નંબર 39 મા શ્રીનાથ ટ્રેડિંગ નામની દુકાન છે. તેનો નકુચો તૂટેલો છે. દુકાન આગળ મૂકેલ કાઉન્ટર માંથી રૂપિયા 40,000/- ની રોકડ રકમ ની ચોરી કરેલ છે. ડ્રોવર વેર વિખેર થયેલ છે. પ્લોટ નંબર 8 પટેલ ગોવિંદ ભાઈ પુંજી રામ ની કંપની ની દુકાન મા તિજોરી તોડી મૂકેલ રૂ.51,200/- ની ચોરી થયેલ છે. પ્લોટ નંબર 46 ચામુંડા એન્ટર પ્રાઇઝ નામની દુકાન માંથી કાઉન્ટર મા મૂકેલા રૂપિયા 44,250/- કબાટ મા મૂકેલ ફાઈલો વેર વિખેર કરી ચોરી કરેલ ખેતીવાડી બજાર સમિતિ ની આસપાસ આવેલ દુકાનો નો કોઈ સાધન વડે તાળા તોડી તિજોરી કબાટ તોડી કાઉન્ટરો તોડી કુલ રૂપિયા રોકડ રકમ 4,37,700/- ની ચાર અજાણ્યા ઈસમો ચોરીને લઈ ગયા ની ફરીયાદ પોલીસ મથકે રમેશ ભાઈ રામા ભાઇ પટેલે નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એકજ રાત્રીએ કુલ દશ દુકાનો ના તાળા તોડવા ના બનાવ ને લઈ લોકો મા પણ ચર્ચા નો વિષય બન્યો છે. ચોરીના બનાવ ને પગલે ડીવાયએસપી વિસનગર પણ દોડી ને આવી પોહચ્યા હતા. વેપારીઓ એ ચોરો ને ઝડપી પાડવા અને પેટ્રોલીંગ સઘન બનાવવા માટે માંગ કરી હતી.




