મહીસાગર જીલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સંતરામપુર શહેર વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
મહીસાગર જીલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સંતરામપુર શહેર વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું…
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરા દ્વારા આજ રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા કાદરી ફળિયા, વાડી વિસ્તાર, હુસેની ચોક, મોહમ્મદી સોસાયટી, ગોધરા રોડ, સંત વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં કુલ ૨૬ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કુલ ૫૦૨ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં પર ( બાવન) વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૮૧.૬૮ લાખ જેટલું થાય છે. અને મીટર સાથે આંતરિક વાયરિંગમાં ચેડા કરીને વીજ ચોરી કરતાં હોય તેવા શંકાસ્પદ લાગતાં ૪૩ ગ્રાહકોના વીજ મીટરને બદલીને લેબોરેટરીમાં વધુ ચકાસણી અર્થે કબજે લીધેલ છે.
આમ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઈઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેથી વીજ ચોરી કરનારા ઓ માં ફફડાટ ફેલાયો છે.