મહીસાગર જિલ્લાના કડાણા બાલ સેવા કેન્દ્ર ખાતે બાળકો કુપોષિતથી સુપોષિત થયા

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
તા.૧૧/૧૦/
મહીસાગર જિલ્લાના કડાણા બાલ સેવા કેન્દ્ર ખાતે બાળકો કુપોષિતથી સુપોષિત થયા.
બાળ સેવા કેન્દ્રો કુપોષણથી પીડાતા બાળકોને વ્યાપક સંભાળ અને સારવાર પૂરી પાડે છે – ડો. એસ સી ઢાકા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૦૪૭ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા કુપોષિત મુક્ત ભારતનું નિર્માણ કરવું પડશે. તે માટે જ સરકારશ્રી દ્વારા બનાવેલ બાલ સેવા કેન્દ્રમાં ગામના અતિકુપોષિત બાળકોને દાખલ કરી ૧૪ દિવસ સુધી તબીબી સારવાર તેમજ પોષણયુક્ત સંભાળ આપવામાં આવે છે.આ કેન્દ્ર ખાતે નવજાત શિશુ અને બાળ પોષણ પધ્ધતિઓ તથા ઓછા ખર્ચ બાળકો માટે પોષણયુક્ત આહાર કેવી રીતે બનાવવો તેના વિશે માતાને શિક્ષણ આપવામાં આવે છે.બાળકોનું CMTC માંથી રજા આપ્યા બાદ ૨૧મા ૨૮મા અને ૩૫માં દિવસે ફોલોઓપ માટે બોલાદર બે બે કલાકે ન્યુટ્રીશન વર્કર ધ્વારા પોષ્ટીક આહાર આપવામાં આવે છે.
બાળ સેવા કેન્દ્રો બાળકોની જરૂરિયાતો અને સુખાકારીને સંબોધીને સમાજમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. બાળ સેવા કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ શૈક્ષણિક, મનોરંજક અને કૌશલ્ય-નિર્માણ પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. જે શારીરિક, જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપે છે. આ કેન્દ્રો એક સક્ષમ વાતાવરણ બનાવે છે જ્યાં બાળકો શીખી શકે, રમી શકે. નિયમિત આરોગ્ય તપાસ, રસીકરણ અને સ્વચ્છતા અને પોષણ અંગેના જાગૃતિ કાર્યક્રમો આ કેન્દ્રોના આવશ્યક ઘટકો છે. આરોગ્ય અને પોષણની જરૂરિયાતોને સંબોધીને બાળ સેવા કેન્દ્રો બાળકોની સુખાકારી અને લાંબા ગાળાના વિકાસમાં ફાળો આપે છે.
બાળ સેવા કેન્દ્રો માત્ર હાલના પડકારોને સંબોધવા પર જ નહીં પરંતુ ભવિષ્યની સમસ્યાઓને રોકવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. કુપોષિત બાળકનું પ્રારંભિક તબક્કે સમસ્યાઓનું નિરાકરણ કરીને, આ કેન્દ્રો સંભવિત બાળકની લાંબા ગાળાની નકારાત્મક અસરોને ઘટાડી શકે છે.
હાલ બાલ સેવા કેન્દ્ર ખાતે સારવાર લઈ રહેલ કડાણા ગામના વૈભવીબેનના માતા પીનલબેન જણાવે છે કે, આંગણવાડી બહેનો દ્વારા તપાસ કરતાં તેમણે જણાવ્યું હતું કે તમારા બાળકનું વજન ખૂબ ઓછું હોવાથી તમે તમારા બાળકને બાલ સેવા કેન્દ્ર ખાતે લઈ જાવ ત્યારબાદ હું મારા બાળકને બાલ સેવા કેન્દ્ર ખાતે એડમીન થયા પછી મને મારા બાળકના વજન વધારવા માટે પોષણયુક્ત આહાર, દવા જેવી વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે અને સાથે એક દિવસ પ્રમાણે ૧૦૦ રૂપિયા પણ આપવામાં આવે છે. અને આ કેન્દ્ર પર મારા બાળકની કુપોષણ મુક્ત કરવા માહિતી પણ આપવામાં આવે છે.
વધુમાં બાલ સેવા કેન્દ્ર ખાતે સેવા લઈ પરત ઘરે આવેલ કડાણા ગામના લાભાર્થી વૈદેહીબેન ના માતા માયાબેન જણાવે છે કે, મારી દીકરીનું ૪ વર્ષની હતી ત્યારે એનું વજન ૯ કિલો હતું જેની તપાસ આંગણવાડી બહેનો દ્વારા કરતાં તેમણે જણાવ્યું હતું કે વૈદેહીબેનને તમે બાલ સેવા કેન્દ્ર ખાતે લઈ જાવ ત્યાં ગયા પછી હવે મારી દીકરીનું વજન વધીને ૧૩ કિલો થયું છે જેથી સરકાર અમને સહાય આપી તે બદલ હું સરકારનું ખૂબ ખૂબ આભાર માનું છે.
કડાણા બાલ સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષકશ્રી ડો. એસ સી ઢાકા જણાવે છે કે, બાળકોને કુપોષણથી સુપોષિત તરફ લઈ જવા માટે આ કેન્દ્ર પર વિવિધ પ્રવુતીઓ દ્વારા ૧૪ દિવસ સુધી સારવાર આપવામાં આવે છે. વાલીઓને પણ સ્વાસ્થ્ય વિશે જાગૃતા આવે તે માટે માગેદશેન આપવામાં આવે છે. બાળકને એનર્જી પ્રોટીન આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ સંતુલિત આહાર પ્રદાન કરવામાં આવે છે. જે કુપોષિત બાળકોની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપવામાં આવે છે.સારવાર કેન્દ્રો પર યોગ્ય પોષણ, સ્વચ્છતાની પદ્ધતિઓ અને ભવિષ્યમાં કુપોષણને રોકવા માટે ખોરાક આપવાની તકનીકો વિશે વાલીઓને અવગત કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે સાથે ડોકટરો દ્વારા સતત મોનીટરીંગ રાખી તપાસ કરવામાં આવે છે. અત્યારે સુધી કડાણા બાલ સેવા કેન્દ્ર ખાતે ૨૫૬૦ બાળકો કુપોષણ માંથી મુક્ત થયા છે અને આ વર્ષે ૮૫ બાળકોમાંથી ૭૦ બાળકો કુપોષણ માંથી મુક્ત થયા છે. બાળ સેવા કેન્દ્રો કુપોષણથી પીડાતા બાળકોને વ્યાપક સંભાળ અને સારવાર પૂરી પાડે છે





