MAHISAGARSANTRAMPUR

સંતરામપુરના વણકરવાસમાં અવારનવાર ગંદી ગટરો ઉભરાતા સ્થાનિક રહીશો પરેશાન

સંતરામપુર ના વણકર વાસ વિસ્તાર વોર્ડ નંબર 4 પ્રણામી મંદિર ફળીયા માં ભુગર્ભ ગટર અવર નવર ઉભરાતા સ્થાનિક રહીશો પરેશાન.

અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર નગરના વણકર વાસ વિસ્તાર વોર્ડ નંબર 4 પ્રણામી મંદિર ફળીયા માં ભુગર્ભ ગટર અવર નવર ઉભરાતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહેલ છે.

 

સંતરામપુર ના વણકર વિસ્તાર ના સ્થાનિક લોકોનું કહેવું છે કે અમોએ આ બાબતે સભ્યોને તથા નગર પાલિકા ને અનેક વાર રજુઆતો કરવામાં આવી છે પણ કોઇ નિરાકરણ લાવવામાં આવતું નથી. અમો રજુઆતો કરી કરી ને થાકી ગયા છે.

 

અમારી એક જ માંગણી છે કે આ બાબતે સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે ઘટના સ્થળ ની મુલાકાત લઈ કાયમી નિરાકરણ લાવે અને અવારનવાર આ વિસ્તાર માં ઉભરાતી ગંદી ગટર થી ફેલાતી ગંદકી અને દુગૅધ થી આ વિસ્તાર ની પ્રજાને કાયમી ધોરણે રાહત અપાવે તેવી લાગણી અને માંગણી છે.

Back to top button
error: Content is protected !!