સંતરામપુરમાં ઇદે મિલાદની ખૂબ જ આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી.

સંતરામપુરમાં ઈદે મીલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી.
અમીન કોઠારી મહીસાગર
તા.૧૬/૯/૨૪
હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની સંતરામપુર નગરમાં આન બાન અને શાનથી ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી.
સંતરામપુરમાં ઈદે મીલાદ નિમિત્તે વિશાળ ઝુલુસ કાઢવામાં આવેલું હતું, આ જુલુસ સંતરામપુર જુમ્મા મસ્જિદ થી શરૂ કરીને સિભાઈ ચોક, ટાવર રોડ ,ભોઇવાડા ,લુણાવાડા રોડથઈને ગોધરા ભાગોળના વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવેલું હતું.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે સમગ્ર દેશમાં અમર અને શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે માટેના પ્રયાસો સંતરામપુરમાં કરવામાં આવ્યા હતા અને સંતરામપુરના મુસ્લિમ બિરાદરોને
જુલુસ
દરમ્યાન ભોઈ સમાજના અગ્રણીઓ અને મહાકાળી યુવક મંડળ ના યુવાનોના ધ્વારા મુસ્લીમ સમાજ ના આગેવાનો ને જુલુસમાં બુકે થી તેમનું સ્વાગત કરવામા હતું. ભોઈ સમાજ ના ટેકરીકા રાજા ગણેશ યુવક મંડળના યુવકો દ્વ્રારા સમગ્ર જુલુસ ના લોકો ઉપર ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરેલું હતું. બંને ટેકરી કા 1રાજા યુવક મંડળના મહાકાળી યુવાનો જેકી ભોઈ , જીજ્ઞેશ ભોઈ સુરેશ ભોઈ સહિત સમગ્ર ભોઈ સમાજના લોકો તેમજ મુસ્લિમ સમાજ એમ બંને ધર્મનો લોકોએ એકબીજાને ઈદે મિલાદની શુભેચ્છા પાઠવીને કોમી એકતાની સંદેશો પાઠવેલો હતો.
મુસ્લિમ સમાજના યુવાનો વડીલો એ જુલુંસમાં “હર દેશમે ગુંજેગા યા રસુલ અલ્લાહ” નારા બોલાવીને ઈદે મીલાદની ઉજવણી કરી હતી.
સંતરામપુર જુમ્મા મસ્જિદના પેશ ઇમા

સંતરામપુરમાં શાંતિપૂર્વક માહોલમાં જસને ઈદે મિલાદ ની ઉજવણી કરવામાં આવેલી હતી આ જુલુસમાં ઈદે મીલાદ ની ઉજવણી વડીલો યુવાનો બાળકો, મોટી સંખ્યામાં જોડાયા હતા નગરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પીડા તેમજ સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી.






