**** મહીસાગર જિલ્લાના લીમડિયા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓનો ઉમંગભેર શાળા પ્રવેશ
મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની પ્રેરક ઉપસ્થિતિમાં લીમડિયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી

‘‘આવો બનાવીએ… શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’’
******
મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની પ્રેરક ઉપસ્થિતિમાં લીમડિયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી
*****
મહીસાગર જિલ્લાના લીમડિયા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓનો ઉમંગભેર શાળા પ્રવેશ
*****
અમીન કોઠારી મહીસાગર …
મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ખાનપુર તાલુકાની લીમડિયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે, અનેક નવા ભૂલકાઓએ શાળામાં ઉમંગભેર પ્રવેશ મેળવી, તેમના શૈક્ષણિક પ્રવાસનો શુભારંભ કર્યો હતો.
આજના યુગમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવતા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે તેમના પ્રેરક સંબોધનમાં જણાવ્યું હતું કે, “શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પાયો છે. શિક્ષિત સમાજ જ પ્રગતિના નવા આયામો સર કરી શકે છે.” તેમણે વાલીઓને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, તેઓ તેમના બાળકોને નિયમિતપણે શાળાએ મોકલે.
આ પ્રસંગે, લીમડિયા પ્રાથમિક શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર નવનિયુક્ત વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને તેમનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આંગણે પહોંચીને બાળકોના ચહેરા પર શાળામાં પ્રવેશ મેળવવાનો ઉત્સાહ અને આનંદ સ્પષ્ટપણે જોવા મળતો હતો. આ ક્ષણ બાળકોના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત સમાન હતી.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કલેકટરશ્રીએ કાર્યક્રમ બાદ શાળા પરિસરની મુલાકાત તથા smc/smdc/ શાળા સંચાલક મંડળ સાથે બેઠક યોજી શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમનમાં શાળાના શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ અને વાલીઓ સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.






