“સંતરામપુરથી ગલીયાકોટ વચ્ચે ચાલતી એસટી બસ સેવા અચાનક બંધ કરાતા મુસાફરોમાં ભારે રોષ
“સંતરામપુરથી ગલીયાકોટ વચ્ચે ચાલતી એસટી બસ સેવા અચાનક બંધ કરાતા મુસાફરોમાં ભારે રોષ…
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
એસટી ડેપો સંતરામપુર દ્વારા સંતરામપુરથી ગલીયાકોટ વચ્ચે ધણા સમયથી નિયમિત રીતે દોડતી એસટી બસ સેવા અચાનક બંધ કરી દેવામાં આવતાં મુસાફર જનતાની હાલાકી માં વધારો થતાં એસટી તંત્ર નાં આવા તધલખી નિર્ણય સામે મુસાફર જનતા માં વ્યાપક રૌષ વ્યાપેલ છે.
સંતરામપુર એસટી ડેપો દ્વારા સંચાલિત આ રૂટ પરની બસ વર્ષોથી મુસાફરો માટે ઉપયોગી રહી છે, પરંતુ હાલ આ સેવા બંધ થતાં સ્થાનિક મુસાફરો તથા આવતા-જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ બસ અચાનક બંધ થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તાત્કાલિક રૂપે બસ સેવા પુનઃચાલુ કરવાની માંગ ઉઠી રહી છે.
મુસાફરો અને સ્થાનિક નાગરિકોએ જણાવ્યું છે કે ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલી આ સંતરામપુર થી ગલીયાકોટ બસ થી અનેક સમાજના લોકોને રાજસ્થાન જવા સારી બસ સુવિધા નો લાભ મલતો હતો.
લોકોની માંગ છે કે એસટી નિગમ પ્રવાસીઓના હિતમાં અને સમાજસેવાના ઉદ્દેશથી આ રુટ પર બસ સેવા તાત્કાલિક પુનઃશરુ કરી ને તેનો લાભ મુસાફર જનતા ને આપે…