સંતરામપુર એસટી ડેપો દ્વારા ફતેપુરા – ભાવનગર નવીન બસ ચાલુ કરવામાં આવી

0
45
વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર…..
અમિન કોઠારી
સંતરામપુર

સંતરામપુર એસટી ડેપો દ્વારા ફતેપુરા થી ભાવનગર નવીન એક્ષપ્રેસ બસ ચાલુ કરવામાં આવી.

 

 

IMG 20230303 WA0011 2

એસટી સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર સૌરાષ્ટ્ર તરફ જતી બસો નો લાભ સંતરામપુર તાલુકા ની પ્રજાને મળે તેવા શુભ આશયથી એસટી ડેપો મેનેજરશ્રી પરમાર દ્વારા સંતરામપુર એસટી બસને ફતેપુરા લંબાવીને ફતેપુરા થી વાયા સંતરામપુર લુણાવાડા બાલાસિનોર, અમદાવાદ, બગસરા થઈને ભાવનગર સુધી લાંબા રૂટ ની બસ ચાલુ કરવામાં આવી છે, જેને લઇને ભાવનગર અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ તેમજ ખેતીવાડીને લઈને અહીંનો જે મજૂર વર્ગ સૌરાષ્ટ્ર તરફ મજૂરી કરવા જાય છે તેને આ લાંબા રૂટની બસ સેવાનો લાભ મળી રહે તેવા શુંભ આશય થી આ બસને ચાલુ કરવામાં આવી છે.

 

IMG 20230303 WA0013 1

સંતરામપુર એસટી ડેપો મેનેજરના પ્રજાના લાભદાયી થાય એવા નિર્ણયને કારણે સંતરામપુર ફતેપુરા અને મહીસાગર જિલ્લાના ગામડાના લોકોમાં ખૂબ જ ખુશીની લાગણી જન્મી છેIMG 20230303 WA0012 1

 

 

સંતરામપુર એસટી ડેપો મેનેજર શ્રી પરમાર દ્વારા ગામડાના લોકો ફતેપુરા ભાવનગર બસ નો વધારેમાં વધારે લાભ લે તેવી મુસાફર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે.

આ એસટી બસ ફતેપુરા થી સાંજના ચાર વાગે ઉપડીને વાયા બલૈયા ક્રોસિંગ, સંતરામપુર, લુણાવાડા, અમદાવાદ, બગસરા થઈને ભાવનગર જશે તેવું એસટી સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

 

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews