AHAVADANG

ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે મુંરબી ગામે વરલી મટકા જુગાર રમાડનાર એક ઈસમની

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ દારૂબદી અને જુગારબદીને નેસ્તાનાબૂદ કરવાનાં  હેતુથી ડાંગ એલ.સી.બી વિભાગે જિલ્લાનાં અમુક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. તે વેળાએ ડાંગ જિલ્લાનાં એલ.સી.બી પી.એસ.આઈ જયેશભાઇ વળવીને બાતમી મળી હતી કે વઘઇ તાલુકાનાં મુંરબી નડગચોંડ માર્ગમાં એક સ્થળે વસનભાઈ મનાજીભાઈ જાદવ  નાણા લઈ હાર જીતનો વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા છે.જેથી એલ.સી.બી પોલીસની ટીમે મુંરબી નડગચોંડ માર્ગ પર રેડ કરતા સ્થળ પર વસનભાઈ મનાજી જાદવ રે.નડગચોંડ તા.વઘઇનાઓ અંકની બુકો સાથે મિલન ડે બજાર નો વરલી મટકા જુગાર રમાડતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.હાલમાં ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે વરલી મટકા જુગાર રમાડનાર વસન જાદવની ધરપકડ કરી તેની પાસેથી 1400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

Back to top button
error: Content is protected !!