સંતરામપુર તાલુકાના બુગઢ ગામે ગ્રામસભામાં લોકોનો હલ્લાબોલ.
અમીન કોઠારી મહીસાગર….
સંતરામપુર તાલુકાના બુગઢ ગામે ગ્રામસભામાં લોકોનો હલ્લાબોલ…
ગ્રામ સભામાં નાયબ વન સંરક્ષણ અધિકારી હાજર ન રહેતા લોકોમાં ભારે ચર્ચા…
સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર તાલુકાના બુગઢ ગામે ગાંધી જયંતી અનુલક્ષીને ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું? ગ્રામ લોકો દ્વારા પ્રધાનમંત્રી યોજના અંતર્ગત સંસદ સભ્યો રાજ્ય કક્ષા કેબિનેટ કક્ષાના મંત્રી અને ધારાસભ્યાની ગ્રાન્ટમાંથી જે યોજનાઓ આવેલી એના લાભો મળ્યા નથી એવી રજૂઆત કરવામાં આવ્યું હતું. ફરજ પરના ગ્રામસભામાં હાજર રહેલા અધિકારીઓ ગ્રામજનોને સાંત્વના આપવા માટે પ્રયત્ન કરતા ગ્રામ લોકો રોષે ભરાયા હતા અને તેમણે આ ગામના સરપંચ તેમજ તાલુકા પંચાયત સભ્યોના વિરોધમાં બળાપો કાઢ્યો હતો.
મનરેગા યોજના તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભો ન મળતા લોકો પદાધિકારી તેમજ અધિકારીઓ સામે રોષ પ્રગટ કર્યો હતો.