દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના કંબોઇ ધામ ખાતે પ્રાંત અધિકારી એ. કે. ભાટિયાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો

તા.૦૬.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના કંબોઇ ધામ ખાતે પ્રાંત અધિકારી એ. કે. ભાટિયાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો
પ્રાંત અધિકારી એ. કે. ભાટિયા સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકમોનું વિતરણ કરાયું ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશયથી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંબોઇ ધામ ખાતે ઝાલોદ પ્રાંત અધિકારી એ. કે. ભાટિયાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો
આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એન. ટી. મકવાણાએ રવિ પાકો વિશે વૈજ્ઞાનિક પદ્ધતિનું માર્ગદર્શન અને જાણકારી આપી હતી તેમજ પ્રાકૃતિક ખેતી વિશેની જાણકારી ડૉ. કૃષિ વૈજ્ઞાનિક બી. જે. સંગાડાએ આપી હતી. ઉપરાંત ઉપસ્થિત રહેલા પ્રાકૃતિક ખેતી અપનાવતા પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછીના પોતાના અનુભવો રજૂ કરીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ઝાલોદ પ્રાંત અધિકારી એ. કે. ભાટિયા તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે કૃષિ અને પશુપાલન વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકમોના વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ કૃષિ મહોત્સવ સ્થળે પ્રદર્શન અર્થે રાખવામાં આવેલ વિવિધ વિભાગના સ્ટોલોની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ નિશાબેન નિનામા સહિત અન્ય મહાનુભાવો તેમજ મામલતદાર એસ. એમ. પરમાર, ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ગઢવી, ઝાલોદ મદદનીશ પશુપાલન નિયામક ડી. એસ. મેવાતિયા, ખેતી અધિકારી પશુ ચિકિત્સક અધિકારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા




