સંતરામપુર તાલુકામાં 29 જેટલી એમજી વીજીસીએલ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા ચોરી કરનારાઓમાં ફફડાટ

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરા દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકામાં કુલ ૨૯ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અચાનક વીજ ચેકીંગ થી વીજ ચોરી કરનારા ઓ માં ફફડાટ…
અમીન કોઠારી મહીસાગર
વીજ ચેકીંગ ટીમ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કુલ ૧૭૧ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા તેમાં ૨૫ વીજ જોડાણ વીજ ચોરી કરતાં પકડાયા જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૩.૨૫ લાખ જેટલું થાય છે. જ્યારે સંતરામપુર તાલુકામાં ૬૦૨ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા તેમાં ૮૨ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ છે. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૧૫.૧૮ લાખ જેટલું થાય છે.
આમ મહીસાગર જીલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકાના કુલ ૭૭૩ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા. આ વીજ જોડાણમાંથી કુલ ૧૦૭ જેટલા વીજ જોડાણોમાં ગેરરિતી અટલે કે વીજ ચોરી કરતાં પકડાયેલ છે. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૧૮.૪૩ લાખ જેટલું થાય છે. આમ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઈઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.



