MAHISAGARSANTRAMPUR

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લામાં ૨૬ જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નો સુભારંભ કાર્યક્રમ યોજાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લામાં ૨૬ જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નોસુભારંભ કાર્યક્રમ યોજાશે.

અમીન કોઠારી મહીસાગર

ગુજરાતની ધરતી હંમેશા જ્ઞાન અને સંસ્કારની ભૂમિ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ રાષ્ટ્રના વિકાસનો પાયો શિક્ષણ છે, અને શિક્ષણનો આધાર બાળપણ છે. જો આપણે આપણા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીશું, તો જ આવનારી પેઢી સક્ષમ બનશે અને “વિકસિત ભારત” ના સ્વપ્નને સાકાર કરી શકશે.

રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદેશ્યથી બે દાયકા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભગીરથ પ્રયાસ હાથ ધરીને વર્ષ ૨૦૦૩થી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો .વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ રૂપે શરૂ કરેલ કાર્યક્રમ આજે વટવૃક્ષ બની બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પથદર્શક બન્યું છે. જેના પરીણામ સ્વરૂપ મહીસાગર જિલ્લામાં પણ શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ-૨૦૨૫ અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૨૬ જૂન, ૨૦૨૫ ના રોજ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ, દિવડા કોલોની ખાતે “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ સુભારંભ કરાવશે.

આ કાર્યક્રમમાં, આંગણવાડી, દિવડા કોલોની પ્રાથમિક શાળા, પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ કડાણા અને ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, દિવડા કોલોનીના વિદ્યાર્થીઓ ભાગ લેશે. દિવડા કોલોની ખાતેની મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આંગણવાડીમાં ૫ વિદ્યાર્થીઓ, બાલવાટિકામાં ૨૧ વિદ્યાર્થીઓ, ધોરણ-૯ માં ૧૩૧ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૧ માં ૧૬૫ વિદ્યાર્થીઓ પ્રવેશ સાથે કુલ ૩૨૨ વિદ્યાર્થીઓ પ્રવેશ આપવામાં આવશે.

દિવડા કોલોની ગામની કુલ વસ્તી ૧૪૬૦ છે, જેમાં ૭૨૬ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ છે. ગામમાં સરકારી સુવિધાઓ જેવી કે પ્રાથમિક શાળા, ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ (વિજ્ઞાન પ્રવાહ), માધ્યમિક શાળા, પોલીસ સ્ટેશન, સામુહિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પંચાયત ઘર, પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત જાહેર રસ્તાઓ અને EMRS, દિવડા જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળાની વિશિષ્ટ સિદ્ધિઓમની વાત કરીએ તો પી.એમ. શ્રી મોડેલ સ્કૂલ, જિલ્લા શ્રેષ્ઠ શાળા એવોર્ડ ૨૦૨૪-૨૫, અને ગ્રામ્ય સ્તરે દ્વિતીય એવોર્ડ મળેલ છે.

ઉલ્લેખનીય છે કે, મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘પ્રવેશોત્સવ ૨૦૨૫-૨૬ ની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે જિલ્લામાં કુલ ૩૯,૪૮૩ બાળકો શાળા પ્રવેશોત્સવનો ભાગ બનશે. જેમાં આંગણવાડીમાં ૫૧૩૪ બાળકો (૨૬૮૧ કુમાર, ૨૪૫૩ કન્યા), બાલવાટિકામાં ૧૧૯૬૦ બાળકો (૬૦૧૯ કુમાર, ૫૯૪૧ કન્યા), અને ધોરણ-૧ માં ૭૩૨ બાળકો (૪૦૧ કુમાર, ૩૩૧ કન્યા) પ્રવેશ મેળવશે. આ ઉપરાંત, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં ૧૩૪૨૬ બાળકો (૬૭૫૫ કુમાર, ૬૬૭૧ કન્યા) અને ધોરણ-૧૧ માં ૮૨૩૧ બાળકો (૪૧૮૨ કુમાર, ૪૦૪૯ કન્યા) પ્રવેશ મેળવશે.

આ પ્રવેશોત્સવ કાર્યક્રમ શિક્ષણના પાયાને મજબૂત બનાવવામાં અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમમાં વાલીઓ અને સ્થાનિક અગ્રણીઓને પણ સહભાગી થવા અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!