સંતરામપુર તાલુકાના માનગઢધામ ખાતે જન જાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાઈ.

*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શહિદ ભૂમિ તથા ગુરુ ગોવિંદની પાવન ભૂમિ માનગઢ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીની જન જાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરાઇ.*
અમીન કોઠારી. મહીસાગર
મુખ્ય મહેમાન તરીકે શિક્ષણમંત્રી *ડૉ કુબેરભાઇ ડીંડોર તથા રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી મોહનજી પુરોહિતની* પ્રેરક ઉપસ્થિતિ રહી…
જનજાતિ દેશનું ગૌરવ, સમાજે જનજાતિના ગુણ અપનાવી પ્રકૃતિ સમીપ જવું.- મોહનજી પુરોહિત
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મા ભારતીના પનોતા પુત્ર, મહાન યોદ્ધા, સમાજ સેવક તેમજ સ્વાતંત્ર્ય સેનાની એવા ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતીની સમગ્ર ગુજરાતમાં જન જાતિ ગૌરવ દિવસ તરીકે હર્ષોલ્લાસ તેમજ ગૌરવભેર ઉજવણી થઈ રહી છે. આવી જ એક ઉજવણી મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે માનનીય *શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના* અધ્યક્ષ સ્થાને તેમજ પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવી. જેમા અતિથિ વિશેષ તરીકે શ્રી *ભીખાભાઈ પટેલ (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રાથમિક) સંવર્ગ, પલ્લવીબેન પટેલ (રાષ્ટ્રીય સહ સચિવ પ્રાથમિક સંવર્ગ) તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ મિતેષભાઇ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ તેમજ સંગઠન મંત્રી સરદારસિંહ મછાર તથા પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી.* ભગવાન બિરસા મુંડાજીના જીવન-કવન બાબતે મુખ્ય વક્તા માન. શ્રી મોહનજી પુરોહિત, રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી તેમજ ગુજરાત પ્રાંત પ્રભારીએ સવિસ્તૃત પ્રબોધન આપી તેમના કર્તવ્ય પથ પર આગળ વધવા ભલામણ કરેલ. જનજાતિઓમા ભારતીય ગૌરવની ભાવના, તેઓનું ભારતની આઝાદીમાં પ્રદાન, ધર્મ રક્ષા, ગૌ રક્ષક, પ્રકૃતિ પ્રેમી, સમાજના ઉત્તમ રક્ષક,
ભગવાન બિરસામુંડા જીવન એક સંદેશ સંઘર્ષ, રાષ્ટ્ર ભક્તિ, ધર્માંતરણનો વિરોધ,ઘર ઘર તુલસી નો છોડ, જળ, જમીન અને જંગલ માટે સંઘર્ષની અભિવ્યક્તિ સાથેના તેમના જીવન પરથી રાષ્ટ્રીય એકતા માટે સંઘર્ષની આવશ્યકતા અભિવ્યક્ત થાય છે. ભગવાન બિરસા મુંડાએ ‘ *અબુઆ દિશુમ અબુઆ રાજ- આપણો દેશ આપણું રાજ’* નો શંખનાદ કરી જનજાતિ યુવાકોમા જાગૃતિ ફેલાવી. ફક્ત ૧૬ વર્ષની ઉંમરે કહેનાર ” ફાધર તમે લોકો જુઠ્ઠા અને મક્કારી નો સહારો લઈને અમારું શોષણ કરી રહ્યા છો. આર્થિક રીતે અક્ષમ આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરાવો છો” આપણું ગૌરવ છે.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર દ્વારા સંગઠન દ્વારા કરવામાં આવતા નૈમિત્તિક કાર્યક્રમને બિરદાવ્યા.બિરસા મુંડા ના ‘ *જય જોહર કા નારા હૈ ભારત દેશ હમારા હૈ’* તથા ગોવિંદ ગુરુના ‘સમસબા’ ના માધ્યમથી આપેલ ધર્મોપદેશની વર્તમાન સમયે તેની જરૂરિયાત સમજાવી હતી.




