મહીસાગર જિલ્લામાં રોડના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતી લાલાવાડી.
કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ દ્વારા રોડના કામો સામે કાયદેસર ના પગલા ભરાશે ખરા
મહીસાગર જિલ્લામાં રોડ નાં કામો માં કોન્ટ્રાકટર દ્વારા ચલાવાતી લાલીયાવાડી.
આવી એજન્સીઓ ને બ્લેક લીસ્ટ કરવા ની માંગ..
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લા નાં
કડાણા તાલુકામા તાજેતરમાં બનાવેલ સાલીયાબીડ થી દધાલીયા તરફ જતોમાર્ગ પરનો નવીન ડામર રોડ નું કામ કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાનું ને પ્લાન એસટીમેનટ મુજબ કામગીરી કરવામાં નહીં આવતા આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો ગ્રામજનોએ આ ડામર રોડ જે નવીન કરેલ તે રોડના પોપડા હાથે ઉખાડી આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા , ને કોન્ટ્રાકટર દ્વારા આ ડામર રોડ ની કામગીરી હેફેઝેડ કરી ને કામગીરીમાં ભષ્ટ્રાચાર આચરેલાં નું જણાઈ આવે છે.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સાલીયાબીડ થી દધલિયા ગામ તરફ જતા નવીન ડામર રોડ નાં નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
દાધલિયા ગામ તરફ જવાના રસ્તાની ગુણવત્તા અંગે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે, 27000 મીટર નાં આ રસ્તાનું રુપિયા 1.60 કરોડના ખર્ચે રિકારપેટ નું કામ કરાયુ હતુ.જેઆ ડામર રોડના પોપડા બહાર આવ્યા છે. જેના પરથી સમજી શકાય છે કે કેટલી હદ્દે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરી રોડને રીકારપેટ કરીને સજાવવામાં આવ્યો હશે? આ વિસ્તાર ના જાગૃત ગ્રામજનોએ આ હલકી કક્ષાની ગુણવત્તા વાળા બનાવેલ ડામર રોડના પોપડા હાથે થી ઉખાડયા હતા..જે સહેલાઈથી ઉખડી ગયેલા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ રસ્તો મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તક બનાવવામાં આવી રહ્યો છે અને એલ.જી.ચૌધરી એંજનશીના કોન્ટ્રાક્ટર દ્વારા તે રોડ બનાવવા માં આવેલ છે.
આ કોન્ટ્રાકટર દ્વારા આવો રોડ બનાવીને કોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તે મુદ્દો હાલ ચચૉ માં જોવાં મળે છે.. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો બાદ નવો રસ્તો બન્યો છે, પરંતુ નિમ્નસ્તરીય કામગીરીને કારણે વિકાસની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
આ ડામર રોડની કામગીરી માપદંડ મુજબ કરવામાં ન આવતા પેહલા દીવસે કોન્ટ્રાકટર ને ટોકવામાં આવ્યો હતો પરંતુ ગ્રામજનોનું સાંભળ્યા વિના રસ્તાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા તેની મરજી મુજબ ચાલુ રાખેલ હતી ત્યારબાદ સ્થાનિક લોકો 27000 મીટર મા દર 500 મીટરે રસ્તાને હાથથી ઉખેડીને ભ્રષ્ટાચારની પોલ ખોલતા જોવા મળી રહ્યા છે.
વર્ષો બાદ રસ્તાનું કામ શરૂ થયું અને તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો કોન્ટ્રાક્ટર દ્રારા આ કામ ગુણવતા અને માપદંડ મુજબ કામ કરવમાં ન આવતા સ્થાનિકો મા રોષ જોવા મળ્યો હતો રસ્તાની કામગીરીમાં જુના રોડ પર સફાઈ કરી માટી દુર કરવામાં આવતી હોય અને એમના પર ડામર નો છંટકાવ કરીને સરકારના નિયમો અનુસાર કામ કરવામાં આવતું હોય છે, જેમાં રસ્તાની થીકનેશ ઈમરઝન ડામર એકોટ સહીત આ રસ્તામાં ધુળ પર ડામરવાળી કાંકરી પાથરી નિમ્ન કક્ષાનું કામ ચાલી રહ્યુ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
મહીસાગર જિલ્લા નાં માગૅને મકાન વિભાગ નાં કાયૅપાલક ઈજનેર ને નાયબકાયૅપાલક ઈજનેર તેમની એરકનડીશન ચેમ્બર માંથી બહાર નીકળી ને ચાલતા કામો પર સરપ્રાઈઝ ચેકીંગ કરતાં નાં હોઈ ને ટકાવારી નાં ચક્કર માં સૌની મીલીભગતથી વિકાસ નાં કામો માં કોન્ટ્રાકટર દ્વારા હયગય આ મહીસાગર જિલ્લામાં માં દરેક સ્તરે કરાતી જોવા મળે છે.ને તેથી મહીસાગર જિલ્લામાં ભષ્ટ્રાચાર ને કૌભાડો ની બોલબાલા છે.