લો બોલો ઉનાળાની સિઝનની કેરી ચોમાસામાં આંબા ઉપર ઉગી

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
તા.૩૧/૮/૨૪
મહીસાગરથી આશ્ચર્ય ચકિત થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
લો બોલો ઉનાળાની સીઝનની કેરી જે આંબા ઉપર આવી હતી તે આંબા પર જ બે મહીનામાં ફરી મોર આવ્યો અને ફરીથી કેરી લાગતા વાડીના માલિક આશ્ચર્યચકિત થયા.
લુણાવાડા થી સંતરામપુર રોડ પર આવે બાપુજી ભગવાનની વાડી તરીકે આળખાતી વાડીના આંબા પર ભર ચોમાસે કેરીયો આવી.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, કુદરતનો કમાલ કે કળિયુગ નો પ્રભાવ પણ કરી શકાય.
ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રકૃતિ ઉપર થયેલી અસર તો નથી ને ??
રોહિતભાઈ ભટ્ટ કે જેઓ વાડીના માલિક છે તે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આના પહેલા મારી આટલી વર્ષની ઉંમરમાં કોઈપણ દિવસ વર્ષમાં બે વાર કેરીઓ આવી હોય તેવું જોયું નથી કે સાંભળ્યું પણ નથી આ આંબા ઉપર બે જ મહિનામાં ફરિવાર કેરી લાગી છે તો એ કેવી છે, એમાં કેવા પ્રકાર ની કેરી કહેવાય અને તે ખાવા લાયક છે કે નહીં એની હું તપાસ કરવાનો છું.









