MAHISAGARSANTRAMPUR
મહીસાગર જીલ્લા એસઓજી દ્વારા ૬૭ હજારના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ

મહીસાગર જીલ્લા SOG દ્વારા 67 હજાર ના મુદામાલ સાથે એક વ્યક્તિ ની ધરપકડ કરાઈ.
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લાના કડાણા પોલીસ મથક હદના મુનપુર ગામે રહેતા દિલીપભાઈ કાલીદાસ ભાટીયા નાં રહેવાનાં ધરે કાયદેસરની કાર્યવાહી કરીને રેડ પાડતાં દિલીપ ભાટીયા નાં ઘરમાંથી વેચાણ માટે રાખવામાં આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ એવો સુકો ગાંજો કુલ વજન છ કીલો ને સાતસો સીત્તેર ગ્રામ નો જથ્થો પ્લાસ્ટિક નાં થેલા માં ભરેલ અંદાજીત કિંમત રૂપિયા 67હજાર નો જથ્થો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો અને આરોપી દિલીપ ભાટીયા ને પણ ઝડપી લીધેલ હતો.
આ ગુનામાં કડાણા પોલીસ મથકે ગેરકાદેસર રીતે આ ગાંજો રાખનાર દીલીપ ભાટીયા ની સામે એનડીપીએસ એકટ હેઠળ કાયદેસર નો ગુનો દાખલ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે.





