
કેશોદનાં નિલકંઠ મહાદેવ મંદિર પાસેથી વિશ્વ સિંહ દિવસ અંતર્ગત જુદીજુદી સંસ્થાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જગમાલભાઈ નંદાણીયા ની આગેવાની હેઠળ કાઢવામાં આવેલ રેલીમાં તેમના જણાવ્યા મુજબ સિંહ બચાવો અભિયાન અંતર્ગત ઉજવાતા વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ન્યુ ઍરા પ્રોફેસર એકેડમી , ડી . ડી. લાડાણી, પાઠક સ્કૂલ તેમજ કેશોદ ની સંસ્થાઓ દ્વારા આજે કેશોદના રાજમાર્ગ પર લોક જાગૃતતા તથા લોક ભાગદારી થી લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંહ બચાવો અભિયાનમાં સહયોગ આપે અને પર્યાવરણની અસંતુલિતતાને ઓળખીને પર્યાવરણ પ્રત્યે સજાગ બને અને આવનારી પેઢી માટે પર્યાવરણનો વારસો યથાવત જળવાઈ રહે તે માટે લોકો લુપ્ત થતી પ્રજાતિઓ ના બચાવ માટે સાથ સહકાર આપે તેવી શુભ હેતુ માટે એક મહારેલીનું આયોજન કરેલું હતું જેમાં બાળકોએ મહોરાં સાથે સિંહ બચાવો-ગીર બચાવોના નારાઓથી રસ્તાઓને ગુંજી ઉઠ્યા હતા આ રેલીમાં માલધારીઓના સિંહ પ્રેમ અને એમના પર્યાવરણ પ્રત્યેના પ્રેમને ઉજાગર કરતી સત્ય ઘટના પર આધારીત ધ્રુવ ભટ્ટની નવલકથા અકુપાર નવલકથાના કેટલાક અંશો બાળકો દ્વારા આબેહૂક દેશી ભાષામાં રજૂ કરેલા હતા સાથે બાળકોએ માલધારીઓના જીવન એમના પર્યાવરણ પ્રેમ વ્યક્ત કરતું ગીત…..”મારો સાવજ ગરજે છે ગાડી ગીરમાં..રે…” નામનું સુંદર અભિનય ગીત તેમજ સિંહ અને સિંહના જીવન પર રચાયેલા દુહા-છંદો રજૂ કર્યા હતા આ રેલીમાં વન્ય પ્રાણી વિભાગ સાસણગીર તથા રેન્જ ફોરેસ્ટ કેશોદ અને સુરક્ષા દળનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો..આ સાસણગીર તરફથી આવેલી જીપ્સીને શણગારી તેમાં માલધારીઓના વેશભૂષા સાથે બાળકોને આ પ્રસંગે શહેરના પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનો સંસ્થાના ટ્રસ્ટીગણ સમગ્ર સ્ટાફ તથા પર્યાવરણ ક્ષેત્રે સરળ ની કાર્ય કરતી ભારત વિકાસ પરિષદની ટીમ માથી ડો.સ્નેહલ તન્ના સાહેબ, મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર ભુપેન્દ્રભાઈ જોશી, આરપી સોલંકી , દિનેશ કાનાબાર તથા અન્ય મેમ્બરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા વન્ય વિભાગ કોર્ડીનેટર તરીકે ચિંતનભાઈ પનારા તથા તથા ડોક્યુમેન્ટરી મુવી ના રેકોર્ડિંગ માટે ઉપસ્થિત વન વિભાગ તરફથી મોકલેલી ટીમ અને શાસણ થી આવેલી ટીમે પણ ખૂબ સહયોગ આપ્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




