BALASINORMAHISAGAR

વિશ્વપ્રસિદ્ધ ડાયનાસોર પાર્ક બાલાસિનોર ખાતે 75 વૃક્ષો વાવીને નમોવન નું નિર્માણ કરવામાં આવ્યું

વિશ્વપ્રસિદ્ધ ડાયનાસોર પાર્ક બાલાસિનોર ખાતે 75 વૃક્ષો વાવીને નમોવન નું નિર્માણ કરવામાં આવ્યું

વિશ્વપ્રસિદ્ધ ડાયનાસોર પાર્ક બાલાસિનોર ખાતે 75 વૃક્ષો વાવીને નમોવન નું નિર્માણ કરવામાં આવ્યું.

રિપોર્ટર… અમીન કોઠારી = મહીસાગર.

 

મહીસાગર જિલ્લાના બાલાસિનોર માં આવેલ વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનું પ્રથમ સ્થાન ધરાવતું વિશ્વવિખ્યાત ડાયનાસોર પાર્ક ખાતે 75 વૃક્ષો વાવીને નમો વન નું નિર્માણ કરવામાં આવ્યું.

ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ડાયનાસોર પાર્ક રૈયોલી ખાતે વન વિભાગ (ફોરેસ્ટ) ના સહયોગથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ ના અનુસંધાને 75 વૃક્ષો વાવીને નમો વન બનાવવામાં આવ્યું છે જેમાં વડ પીપળો બિલિપત્ર જેવા કીમતી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે આ વૃક્ષારોપણ કાર્યક્રમ બાલાસિનોર તાલુકા ભાજપ પ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ મહામંત્રી શ્રી દિપકભાઈ પંચાલ વૃક્ષારોપણ કાર્યક્રમના ઇન્ચાર્જ દિનેશભાઈ પટેલ મહીસાગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન ઠાકોર ઉત્તર બુનિયાદી વિદ્યાલય રૈયોલી ના આચાર્યશ્રી પ્રવિણસિંહ ચૌહાણ રૈયોલી સરપંચ ગીતાબેન વણકર દૂધ મંડળીના ચેરમેન કેસરીસિંહ ચૌહાણ અને વિવિધ સેલ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!