મહીસાગર જીલ્લાના ૪૧ જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં નો ફલાય ઝોન જાહેરનામું બહાર પડયું

મહીસાગર જીલ્લાના ૪૧ જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં નો ફલાય ઝોન જાહેરનામું બહાર પડયું
****
અમીન કોઠારી મહીસાગર
મહીસાગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.વી. લટા દ્વારા જાહેરનામું બહાર પાડીને જિલ્લામાં આવેલા ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને ‘રેડ ઝોન’ અને ‘યલો ઝોન’ તરીકે જાહેર કર્યા છે. મહીસાગર જિલ્લાના કુલ ૪૧ ઝોન પૈકી ૨૨ ને ‘રેડ ઝોન’ અને ૧૯ ને ‘યલો ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે.
યલો ઝોનમાં મહીસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ (૨૦૦ મીટર), એસ.પી. ઓફિસ અને કલેક્ટર કચેરી મહીસાગર (૨૦૦ મીટર) , લુણાવાડા (૨૦૦ મીટર), કોઠંબા, બાલાસિનોર, વીરપુર અને સંતરામપુર (દરેક ૧૦૦ મીટર) ખાતેના ટેલિફોન એક્સચેન્જો, માધવાસ, તા. લુણાવાડા ખાતેનો મહી નદીનો પુલ (૫૦૦ મીટર) , ગોધરા રોડ, લુણાવાડા ખાતેનો પાનમ નદીનો પુલ (૫૦૦ મીટર), આગરવાડા, તા. લુણાવાડા ખાતેનો મહી નદીનો પુલ (૫૦૦ મીટર) , સંતરામપુર ખાતેનો છીબોટા નદીનો પુલ (૫૦૦ મીટર), તા. કડાણા ખાતેનો ઘોડિયાર પુલ (૫૦૦ મીટર) , લુણાવાડા સિવિલ હોસ્પિટલ (૫૦૦ મીટર) , ખાનપુર ખાતેનો ભાચર ડેમ (૫ કિમી) , લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર ખાતેના વોટર સપ્લાય પ્લાન્ટ (દરેક ૫૦૦ મીટર) , લુણાવાડા ખાતે પોલીસ હેડક્વાર્ટર મહીસાગર (૫૦૦ મીટર), અને બાલાસિનોર ખાતે જે.કે. સિમેન્ટ વર્ક્સ (૫૦૦ મીટર) નો સમાવેશ થાય છે.
રેડ ઝોનમાં સાવદાસ ના મુવાડા (૫૦૦ મીટર) , લુણાવાડા (૫૦૦ મીટર) , કોઠંબા (૫૦૦ મીટર) , મોવાસા (૫૦૦ મીટર) , વરધરી (૫૦૦ મીટર) , સાચકપુર (૫૦૦ મીટર) , લીમડીયા (૫૦૦ મીટર) , બકોર (૫૦૦ મીટર) , ખાનપુર (૫૦૦ મીટર) , ડીતવાસ (૫૦૦ મીટર) , સંતરામપુર (૫૦૦ મીટર) , લીમડા મુવાડી (૫૦૦ મીટર) , વળખેડી (૫૦૦ મીટર) , પાંડવા (૫૦૦ મીટર) , જોરાપુરા (૫૦૦ મીટર) , ભાથલા (૫૦૦ મીટર) , બાલાસિનોર (૫૦૦ મીટર) , અને વીરપુર (૫૦૦ મીટર) ખાતેના ઈલેક્ટ્રિક પાવર સબ સ્ટેશન ૬૬ કેવી; તેમજ કડાણા ખાતે કડાણા હાઇડ્રો-ઈલેક્ટ્રિક પાવર સ્ટેશન (૫ કિમી) , વણાકબોરી ખાતે ઓરેવા પાવર સ્ટેશન (૫ કિમી) , કડાણા ડેમ (૫ કિમી) , અને વણાકબોરી ડેમ (૫ કિમી) નો સમાવેશ થાય છે.
આ જાહેરનામું પ્રકાશનની તારીખથી તા. ૨૬/૦૮/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ આદેશના કોઈપણ ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ શિક્ષા થશે.



