MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના બાકોર પો.સ્ટે. વિસ્તારમાં રૂ ૦૧,૯૨,૭૨૦/- નો વિદેશી દારૂ ટીન બીયર નંગ-૮૭૬ તથા કુલ. રૂ. ૦૬,૯૭,૭૨૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબીશનનો કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી.

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર….

મહીસાગર જિલ્લાના બાકોર પો.સ્ટે. વિસ્તારમાં રૂ ૦૧,૯૨,૭૨૦/- નો વિદેશી દારૂ ટીન બીયર નંગ-૮૭૬ તથા કુલ. રૂ. ૦૬,૯૭,૭૨૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબીશનનો કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી.

 

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. . એમ.કે.ખાંટ ની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહિ વોચ તપાસમાં રહેલ.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસો બાકોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે આ.હે.કો મહીપાલસિંહ ઉમેદસિંહ નાઓને બાતમી મળેલ કે એક શંકાસ્પદ સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ ભરેલ હોય અને તે બાબલીયા તરફથી લુણાવાડા તરફ જનાર છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો વડાગામ ખાતે સદર ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમી મુજબની સ્વીફ્ટ ગાડી આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી સદર ગાડીને રોકી લીધેલ અને એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીને પંચો રૂબરુ ચેક કરતા ગાડીમાં વિદેશી દારૂ ટીન બીયરની પેટીઓ હોવાનુ જણાવી આવતા ગાડીને પોલીસ જાપ્તા સાથે બાકોર પો.સ્ટે. લાવી વધુ ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની ટીન બીયર નંગ- ૮૭૬ કુલ રૂ. ૦૧,૯૨,૭૨૦/- નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂ. ૦૬,૯૭,૭૨૦/-નો મળી આવેલ જે અંગે બાકોર પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!