LUNAWADAMAHISAGAR

લુણાવાડા તાલુકાના કાકાના ભેંસાવાડા પ્રાથમિક શાળામાં માતાપિતા પૂજન દિવસની ઉજવણી

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાની પ્રાથમિક શિક્ષણાધિકારીના નવતર પ્રેરક અભિગમ દ્વારા શાળાઓમાં માતા પિતા દિવસની ઉજવણીનું આયોજન

લુણાવાડા તાલુકાના કાકાના ભેંસાવાડા પ્રાથમિક શાળામાં માતાપિતા પૂજન દિવસની ઉજવણી

માતા-પિતાના પ્રેમ, સમર્પણ અને પુરુષાર્થના આદર સાથે બાળકોએ કર્યું પૂજન અને કર્યો નિત્ય વંદનાનો સંકલ્પ

ભારતીય સંસ્કૃતિની સભ્યતાનો બાળકો અને યુવાનો આદર કરે અને ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તે હેતુસર મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું.

મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અવનીબા મોરીએ નવતર અભિગમ દ્વારા શાળાઓને સંદેશ પાઠવ્યો કે આપણે ભારતવાસીઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સદૈવ ઋણી છીએ. પ્રવર્તમાન સમયમાં આપણા બાળકો અને યુવાનોનું ચારિત્ર્યનું રક્ષણ કરવું તે પણ શિક્ષણ જગત વતી એક સામાજિક જવાબદારી છે. બાળકો અને યુવાનો સ્વ-સંસ્કૃતિ પ્રત્યે અભિમુખ બની સંસ્કારમય જીવન પ્રાપ્ત કરે તેમજ શાશ્વત મૂલ્યોનું જતન કરે. ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તે હેતુસર ૧૪ ફેબ્રુઆરી નિમિત્તે માતા-પિતાના પ્રેમ, સમર્પણ અને પુરુષાર્થના આદર સાથે વાસ્તવિક પ્રેમ દિવસ મનાવે. વધુમાં તેમણે ૧૪ ફેબ્રુઆરી માતા-પિતા પુજન દિવસના ઉપલક્ષમાં આ સપ્તાહમાં ૧૭ ફેબ્રુઆરી સુધીમાં કોઈ એક દિવસે શાળાઓએ પોતાની અનુકુળતા મુજબ બાળકો આદર અને સન્માન સહ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતાના માતા-પિતાનું પુજન કરે તે માટે માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવાનું સ્વૈચ્છિક આયોજન કરવામાં પ્રેરક સંદેશમાં જણાવાયું હતું.

આ સંદેશના ભાગરૂપે લુણાવાડા તાલુકાના કાકાના ભેંસાવાડા પ્રાથમિક શાળામાં માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. શાળામાં બાળકોના માતા પિતાને શાળામાં બોલાવી બાળકો દ્વારા તેમનું ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ પૂજન કરી વંદના કરવામાં આવી. માતૃદેવો ભવ, પિતૃ દેવો ભવના ગાન સાથે માતા પિતાની પ્રદક્ષિણા બાળકોએ પ્રદક્ષિણા કરતાં વાલીઓ ભાવ વિભોર બન્યા હતા.

શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને માતા-પિતાનું જીવનમાં મુલ્ય અંગે વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું. ભારતના મહાપુરુષો,વીરબાળકો અને દેશભક્તોના ચરિત્રો વિષયક વાર્તાઓ રજૂ કરી માતા-પિતાના ઉત્તમ ઉછેરના ઉદાહરણથી બાળકોને સમજ આપી હતી. બાળકોએ પણ માતા પિતાનું જીવનમાં મહત્વ વિષે પોતાની લાગણી વ્યકત કરી નિત્ય વંદનનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં કાકાના ભેંસાવાડા પ્રાથમિક શાળા પરિવાર, એસએમસી સભ્યો, બાળકો અને વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!