સંતરામપુર તાલુકા પંચાયત કચેરી સામે એસટી બસ રોડ ઉપર આવેલા ખાડામાં ઉતરી પડતા મુસાફરોના આબાદ બચાવ…

♦સંતરામપુર તાલુકા પંચાયત કચેરી સામે એસટી બસ રોડ ઉપર આવેલા ખાડામાં ઉતરી પડતા મુસાફરોના આબાદ બચાવ…
અમીન કોઠારી મહીસાગર…….
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આજે તાલુકા પંચાયત કચેરી ની સામે રોડ પર.ફતેપુરા થી સંતરામપુર વાયા બાબરોલ.ગડાબસ.નં.જીજે.18.z.8436 નંબર ની બસ આ નગરપાલિકા નાં રોડ ની કામગીરી બરાબર નહીં કરાતાં ભુવો પડતાં ને રોડનો આ ભાગ બેસી જતા બસનું ટાયર ભુવા માં ઉતરી ગયેલ હતું.
સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરમાં વિવિધ પ્રકારના વિકાસ નાં કામો ટકાઉ અને સારા બને તેમાં નગરપાલિકા સંતરામપુર નાં ચીફ ઓફિસર ને કોઈ રસ જણાતો નથી ને માત્રને માત્ર મીલીભગત વાળી એજન્સી નું ગમે તે રીતે ટેન્ડર મંજૂર થાય ને ટકાવારી પ્રાત થાય તેમાં જ રસ જણાતો જોવા મળે છે.
આ નગરપાલિકા સંતરામપુર નાં ચીફ ઓફિસર વરસો થી અહી યા ચીટકેલ હોઈ તેમની વીરુદ્ધ અનેક રજૂઆતો હોઈ આ ચીફ ઓફિસર ની તાત્કાલિક અસરથી બદલી કરીને શહેરી વિકાસ વિભાગ દ્વારા સંતરામપુર નગરપાલિકા માં છેલ્લા દસ વરસ માં થયેલ તમામ વિકાસ નાં કામો ની તલસ્પર્શી તપાસ શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્પેશિયલ તજજ્ઞો ની ટીમ દ્વારા ્તાત્કાલિક કરાય તેવી રજૂઆત રાજ્ય નાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રદાદા ને તથા તકેદારી આયોગ ને શહેરી વિકાસ વિભાગ માં કરવામાં આવી છે.
સંતરામપુર નગરપાલીકા માં ફાલેલ ભષ્ટ્રાચાર ને ટકાવારી નાં ભોરિંગ ને ગુજરાત સરકાર નાં ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર દાદા દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ગંગાજળ હેઠળ જરૂરી કાર્યવાહી ત્વરીત હાથ ધરવામાં આવે જેથી વિકાસ નાં કામો સારા અને ટકાઉ બને!!! એવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે.




