MAHISAGARSANTRAMPUR

સંતરામપુર- આણંદ એસ.ટી.બસ અનિયમિતાના કારણે મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંતરામપુર એસ.ટી.બસ ડેપો માંથી છેલ્લા 20 વર્ષથી સંતરામપુર આણંદ બસ વાયા કાંકણપુર- સેવાલીયા બસ સેવા કાર્યરત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સંતરામપુર-આણંદ બસ અનિયમિત થઈ ગયેલ હોવાથી શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ દરરોજ મુસાફરી કરતા લોકોને મુસાફરી કરવા માટે મુશ્કેલી ઉભી થઇ છે. મોટી વાત એ છે કે આણંદમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સંતરામપુર ડેપોમાંથી બસ નંબર GJ18Z9002 ફાળવામાં આવેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બસ ડેપોમેનેજરની મનમાની વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી ભોગવી પડી રહી છે.આ બસ સંતરામપુરથી સમય સવારે 7:00 વાગે ઉપડે છે અને તે ટીંબાપાટીયા થી કાંકણપુર- રતનપુર- સેવાલીયા તરફ અંતરયાળ ગામોમાં રહીને બસ જતી-આવતી હોય છે જેમાં વિદ્યાર્થીઓ તેમજ આ રૂટ ઉપરથી પવિત્ર યાત્રા ધામ ડાકોર રણછોડરાયના દર્શન અર્થે જવા વાળા માઇ ભક્તો પણ આ બસનો ઉપયોગ કરતા હોય છે. વિદ્યાર્થીઓ જ્યારે બસની રાહ જોઈ ઉભા હોય અને બસ ના આવવાથી તેમને શાળા કોલેજનો સમય વેડફાઈ જતો હોય છે.તેમજ નજીક કોઈ રોડના હોવાથી વિદ્યાર્થીઓ-મુસાફરો ઝડફથી મુખ્ય રોડ પર જઈ શકતા નથી.બસ અનિયમિતાના કારણે લઈને વિદ્યાર્થીઓ-મુસાફરો દ્વારા ડેપોના કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા કંટ્રોલ રૂમમાંથી જણાવવામાં આવેલ કે એ બધું અમારામાં આવતું નથી અમને ડેપો મેનેજર કહે એટલુંજ કરવાનું હોય છે. તેને લઈ ડેપોમેંનેજરને તેમના નંબર ઉપર ટેલિફોનિક વાત કરતા તેઓ દ્વારા ગોડ ગોડ જવાબ આપવામાં આવેલ હતા. તો આ સાથે આ બાબતે અનેકો વખત લેખીત રજુઆત કરતા પણ ડેપોમેનજરની જાડી ચામડીના કારણે કોઈ અસર થતી નથી. અહીં નોંધનીય છે કે સંતરામપુર- આણંદ મીની બસ હોવા છતાં તે આવક રૂપિયા ₹12000 જેટલી ઉભી થાય છે તેમ છતાં બસ કાયમી શરૂ રાખવામાં આવતી નથી વિદ્યાર્થીઓ-મુસાફરો અને ડાકોર રણછોડરાયના દર્શન અર્થે જતા દર્શનાર્થીઓની માંગ છે કે સંતરામપુર-આણંદ બસ કાયમી નિયમિત ચાલુ રાખવામાં આવે.

Back to top button
error: Content is protected !!