ચોમાસામાં તૂટી ગયેલા રસ્તાને સંતરામપુર નગરપાલિકા દ્વારા થીગડા મારવાની કામગીરી શરૂ

સંતરામપુર નગરપાલિકા દ્વારા ગોધરા ભાગોળ ચોકડીથી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુધીના ડામર રોડ ઉપર થીગળા મારવાની કામગીરી શરૂ.
અમીન કોઠારી :- મહીસાગર
સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર સમગ્ર ચોમાસા ઋતુ દરમિયાન ગોધરા ભાગોળ ચાર રસ્તાથી શરૂ કરીને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુધીનો માર્ગ તદ્દન બિસ્માર હાલતમાં થઈ ગયેલ હોય અવારનવાર તેના ઉપર સતત ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોરવીલર અને મોટી બસોનું વહન થતું હોય છે રાહદારીઓ મુસાફર જનતા અને પગપાળા જતો લોકો દ્વારા સતત પ્રજાની અવર જવાના વાળા આ માર્ગ ઉપર મસ મોટા ખાડા પડી ગયા હતા ખાડા ની સાથે સાથે રસ્તા ઉપર વેરાતું પાણીના કારણે ગંદકી પણ જોવા મળે છે અને એના કારણે આ રોડની સ્થિતિ એકદમ ખસ્તા હાલતમાં આવી ગઈ હતી, પરંતુ ગતરાત્રિએ સંતરામપુર નગરપાલિકાના વહીવટના નેજા હેઠળ આવતા કોન્ટ્રાક્ટરે ડામર લઈને રી કાર્પેટિંગ કરવા માટે જે કામગીરી કરી છે તે બિલકુલ અશોભનીય છે, કોન્ટ્રાક્ટર અને તેના માણસો દ્વારા માત્રને માત્ર આ રોડ ઉપર થીગળા મારવાની એકદમ અવ્યવસ્થિત કામગીરી કરવામાં આવી છે, જેનાથી સંતરામપુર નગર ની જનતામાં ભારે રોષ ફેલાયો છે.??!!
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે ,બરોડા બેંક ,બરોડા ગ્રામીણ બેંક તેમજ જીવન વીમા ઓફિસની આજુબાજુના સોસાયટીમાં રહેતા લોકોમાં ચાલતી ચર્ચા મુજબ નગરપાલિકાએ રીકાર્પટીંગ કરવા માટેનું પૂરેપૂરું ટેન્ડર લીધું હોવા છતાં પણ લોકોની પરવા કર્યા વિના જે ટુકડામાં થીગલા મારવાની કામગીરી કરી છે જે કોઈપણ પ્રકારે સાખી લેવામાં આવશે નહીં. આવનારા ડિસેમ્બરમાં નગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે મતદાન કરીને પરચો બતાવવાની પણ તૈયારી સંતરામપુર નગરના લોકોએ કરી લીધી હોવાનું લોક મૂકે જોર સોરથી ચર્ચા રહ્યું છે.
હવે જોવું એ રહ્યું કે આવનારા દિવસમાં નગરપાલિકા તેનું વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર કેવા પ્રકારની કામગીરી કરે છે.



