રાજ્ય પોલીસ વડા ના આદેશથી મહીસાગર જિલ્લા પોલીસ એકશનમાં 80 જેટલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી

ગુજરાત રાજયના પોલીસ વડાએ 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી બનાવવા આદેશ આપ્યાના પગલે મહીસાગર જીલ્લા પોલીસ એક્શન માં આવેલ ને જિલ્લાના 80 જેટલા અસામાજિક તત્વોનો સર્વે કરી અભ્યાસ સાથે કડક કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જીલ્લા માં મોટા પાયે દારૂ નાં ધંધો ને જુગાર નાં અડ્ડા ને આકફરક નો વરલી મટકા નો જુગાર નાં અડ્ડા કોન ચલાવે છે ને કોન અસામાજિક તત્વો છે શું તેની માહિતી પોલીસને નથી ખરી???? આવા અસામાજિક તત્વો પોલીસ સાથે મળેલાં હોઈ ને હપ્તા ના રાજકારણમાં આવા અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જો આ અસામાજિક પ્રવૃત્તિ અને અસામાજિક તત્વો ને નાથવા જ હોય તો રાજ્ય માં ચાલી રહેલ દારુ નાં અડ્ડાઓ ને જુગાર નાં અડ્ડાઓ ને વરલી મટકાના જુગારના આંકડા ઓ નાં અડ્ડાઓને યુવા ધન ને નશા નાં રવાડે ચડાવનારી ગાંજો.અફીણ.ચરસને નશો નાં જે અડ્ડાઓ રોક ટોક વગર જે સમગ્ર ગુજરાતમાં ને જીલ્લામાં ને તાલુકામાં બિન્દાસ ચાલી રહ્યા છે તે સદંતર બંધ કરાવવા માટે રાજ્ય સરકાર ને ગૃહ વિભાગ સક્રિયતા દાખવે તો જ આ અસામાજિક તત્વો ને તેમનાં દ્વારા ચલાવાતી અસામાજિક પ્રવૃત્તિઓ ને ગુડાગીરદી બંધ થઈ શકે બાકી નહીં???
રાજયના પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો-ગુંડાઓ વિરૂધ્ધ અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ગત 15મી માર્ચે આદેશ અપાયો હતો.જેના પગલે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પણ ખાસ ઝુંબેશ શરૂ કરી આવા તત્વો સામે કડક પગલા ભરવાનુ શરૂ કરાયુ છે.
જિલ્લામાં કુલ 80 અસામાજિક તત્વોને પોલીસે આઈડેન્ટીફાઈ કરી તમામ ઇતિહાસ એકત્ર કરી તેનો સર્વે-અભ્યાસ કરાઈ રહ્યો છે.
પોલીસે વિશેષ ઝુંબેશના ભાગરૂપે શહેરમાંથી જો કોઈ ટપોરીગીરી કરતા જોવા મળશે તો કડક કાર્યવાહી કરાશે એમ પણ જણાવાયુ હતુ.
જયારે ખાસ ઝુંબેશ અંતર્ગત તા.19 મી સુધીમાં પોલીસ દ્વારા. કોમ્બીંગમાં HS-16, MCR-62 તથા 03 નાસતા ફરતા આરોપીઓને ચેક કરવામાં આવેલ. તેમજ વાહન ચેકીંગ દરમ્યાન કુલ 699 વાહનોને ચેક કરવામાં આવેલ. તથા નશો કરેલી હાલતમાં કુલ 05 ઇસમોને પકડી પાડેલ તથા MV એકટ હેઠળ ફૂલ-21 ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ઉપરાંત ગુનાહીત ઇતિહાસ ધરાવતા ઇસમોના રહેણાંક મકાનો તેમજ વિજ જોડાણ ચેક કરવામાં આવી રહ્યા છે જેમા ગેરકાયદે વિજજોડાણ ધરાવતા અસામાજિક તત્વો વિરૂધ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે
જિલ્લામાં પોલીસવડા ની સુચના અનુસાર શહેર-ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ યથાવત રખાયુ છે.
જિલ્લાના લુણાવાડા કડાણા સંતરામપુર બાલાસિનોર ખાનપુર વીરપુર ગ્રામ્ય પંથકમાં પણ પોલીસ દ્વારા અસામાજિક પ્રવુતિઓ સાથે સકળાયેલા શખસો વિરૂધ્ધ કાર્યવાહી કરાઈ રહી છે.


