NARMADA

દેડિયાપાડાના સામોટ પ્રાથમિક શાળા ખાતે સ્થાનિક ગ્રામજનો સાથે કલેક્ટરે બેઠક યોજી.

દેડિયાપાડાના સામોટ પ્રાથમિક શાળા ખાતે સ્થાનિક ગ્રામજનો સાથે કલેક્ટરે બેઠક યોજી.

            તાહિર મેમણ :- નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સામોટ ગામને અગાઉ રાજ્ય સભાના સાંસદ અને કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા દત્તક લેવામાં આવ્યું હતું. ગ્રામીણ ક્ષેત્રમાં રોડ-રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, આંગણવાડી, શાળા જેવી પ્રાથમિક-ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે ગામને દત્તક લેવામાં આવે છે. 

             જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ આજરોજ સવારે ૧૦=૩૦ કલાકે સામોટ ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. સામોટ ગામની પ્રાથમિક શાળા ખાતે સ્થાનિક ગ્રામજનો, જિલ્લા-તાલુકાના આમલીકરણ અધિકારીઓ તથા ફિલ્ડના કર્મચારીઓ સાથે બેઠક યોજીને આદર્શ ગામ અંગે ખૂટતી કડીઓ, અગાઉ થયેલા વિકાસ કામો અને ખૂટતી કડીઓ ઉમેરવા જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, પીવાના પાણી, સિંચાઈની સુવિધા, આંગણવાડી, પ્રાથમિક શાળા અંગેની માઇક્રો ઇન્ફોર્મેશન મેળવી હતી. સાથોસાથ ગામમાં ઔદ્યોગિક એકમો દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી એક આદર્શ ગામમાં ભૌતિક સુવિધા ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવા ઉપર કલેક્ટરશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો. જિલ્લા કલેક્ટરએ આંગણવાડીના બાળકો-ભૂલકાંઓના ભવિષ્યની ચિંતા કરીને બાળકોને પૌષ્ટિક આહાર, રમવા-બેસવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવી બાળકોને નાસ્તો અને પોષણયુક્ત આહાર ખવડાવવા ઉપર ભાર મૂક્યો હતો.

 

            સામોટ ગામની મુલાકાત દરમિયાન પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારની મુલાકાત લઈ અનાજ પુરવઠાની ચકાસણી કરી દુકાન સંચાલક પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. ત્યારબાદ આગામી સમયમાં મંત્રી આ ગામની મુલાકાત કરે ત્યારે ગામની તમામ વિગતો અપડેટ રાખવા તલાટી કમ મંત્રી, સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીને માર્ગદર્શન પુરૂં પાડી જરૂરી સૂચનાઓ આપી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!