અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : પાણીબાર સહિત અનેક વિસ્તારમાં jio નેટવર્ક ના એક મહિનાથી ધાંધીયા, ગ્રાહકો પરેશાન
આજના યુગને આધુનિક યુગ તરીકે ગણવામાં આવે છે જેમા ટેક્નોલોજી નો ભરપૂર ઉપયોગ પણ થાય છે સાથે સમગ્ર દેશને ઇન્ટરનેટના માધ્યમ થી નેટવર્ક ધ્વારા જોડવામાં આવે છે જેમા આજે વિવિધ કંપનીઓ પોતાના નેટવર્ક સ્થાપી રહી છે પરંતુ હજુ કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં હાલ પણ નેટવર્કના ધાંધીયા જોવા મળી રહ્યા છે
સમગ્ર ભારત દેશની અંદર JIO નેટવર્કની ઉત્તમ નેટવર્ક ગણવામાં આવી છે અને 5g સ્પીડ થકી કનેક્ટિવિટી ભરપૂર જોવા મળી રહે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જીઓ નેટવર્ક ના ધાંધિયા જોવા મળી રહ્યા છે jio નું ટાવર તો ઊભું કરી દેવામાં આવ્યું છે પરંતુ છેલ્લા એક મહિનાથી કનેક્ટિવ કારણે ગ્રાહકો પરેશાન થયા છે જેમાં મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર પાણીબાર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી jio નું નેટવર્ક ન આવતું હોવાની બુમો ઉઠી છે જેને લઈને મહિનાનું રિચાર્જ કરેલું પણ ફેલ જવાબ પામ્યું છે તેમ ગ્રાહકોએ જણાવ્યું હતું જેના કારણે વારંવાર jio ના ટાવરની અંદર જે નેટવર્ક નો પ્રોબ્લેમ આવી રહ્યો છે સત્વરે સોલ્વ કરવામાં આવી તેવી હાલ ગ્રાહકો માંગ સેવી રહ્યા છે