સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી

સંતરામપુર તાલુકામાં ને સંતરામપુર નગરમાં સતત એકધારો વરસાદ વરસતાં ચોમાસું જામ્યું છે.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
તા. ૨૭/૮/૨૪
સતત ત્રણ દિવસ થી વરસતા વરસાદ થી સંતરામપુર નગરમાં થી પસાર થતી સુકીનદી અને ચીબોટા નદી માં પાણી બંન્ને કાંઠે વહેવા લાગ્યા હતા.
ચીબોટા નદી ના પાણી ભુવનેશ્વરી માતાજી પાસે રોડ ઉપર ફરી વળતાં રોડ ઉપર અઢી થી ત્રણ ફુટ ચીબોટા નદી ના પુરના પાણી વહેતું હોય વાહન વ્યવહાર તથા રાહદારીઓને અવરજવર કરવામાં ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સંતરામપુર પોલીસ ઇન્સ્પેકટર ડીડોર.
પોસઈ.પટેલ ને પોલીસ સ્ટાફ,
સંતરામપુર મામલતદાર તેમનાં સ્ટાફે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી ને અગમચેતીના ભાગરૂપે રોડ પર થી પાણી વહેતું હોય બંન્ને બાજુ નો તમામ પ્રકાર નો વાહનવ્યવહાર બંધ કરાવેલ જેથી સંત તરફ વાહનોનો લાઈન જોવા મળતી હતી અને રોડ પર પુરના પાણી વહેતું હોય સંતરામપુર થી લુણાવાડા તરફ નો વાહનવ્યવહાર કલાકો સુધી બંધ રાખવો પડયો હતો.
ચિબોટા નદીના પાણી રોડ પરથી ઔશરતા બપોર બાદ વાહનવ્યવહાર પુનૅ શરુ કરાયેલ.
કડાણા ડેમમાં હાલ સતત વરસી રહેલા વરસાદને કારણે અઢી લાખ ક્યુસેક પાણી ની આવક છે.
કડાણા બંધ માંથી હાલ સાહીઠ હજાર ક્યુસેક પાણી વીજળી ઉત્પાદન માટે કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ને અપાઈ રહેલ છે.જેથી હાલ ત્રણ વીજ યુનિટ કાયૅરત છે.
કડાણા ડેમમાં હાલ સાંજે ચાર વાગ્યે પાણી ની સપાટી 408 ફુટ 2 ઈંચ જોવાં મળતી હતી.
ઓગસ્ટ મહિનામાં કડાણા ડેમ નું પાણી ની સપાટી નું લેવલ 416ફુટ જાળવવા નું હોયછે.
પરંતુ કડાણા બંધ માંથી આજરોજ સાંજના સાઈઠ હજાર ક્યુસેક પાણી ડેમનાં દરવાજા ખોલી ને છોડવા માં આવયું હતું.
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે મહીસાગર જિલ્લા પોલીસ અને તેમાંય સંતરામપુર ની પોલીસે સંતરામપુર તાલુકાના સીમલીયા ખેડાપા દોડી તેમજ અન્ય જાહેર માર્ગ ઉપર પડી ગયેલા અને વરસાદ અને હોવાને કારણે ધરાઈ સહી થયેલા મોટા મોટા વૃક્ષો રોડ પરથી હટાવીને રાહદારીઓ વાહનચાલકો અને મુસાફર જનતાને અગવડ ના પડે ને ખૂબ જ સુંદર કામગીરી કરી છે. મહીસાગર જીલ્લાની પોલીસે કોઠંબા વરધરી લુણાવાડા વીરપુર તેમજ ખાનપુર તાલુકામાં પણ ઝાડ મળી ગયા હતા તેને કટીંગ કરીને રસ્તાઓ અને ખુલ્લા કરવા અને મુસાફર જનતાની અગવડ ના પડે તેવી સુંદર કામગિરી આ કુદરતી આપત્તિમાં મદદ કરવાની કામગીરી કરી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સતત અને અનરાધાર વરસી વરસેલા વરસાદને પગલે મહીસાગર જિલ્લાના લુણાવાડા ,ખાનપુર, બાલાસિનોર,સંતરામપુર તાલુકાના વિસ્તારના ગામોમાં વીજળીના પાવર અવારનવાર બંધ રહેતા લોકો વારંવાર મુશ્કેલીમાં મુકાયા હતા સાથે સાથે મોબાઈલ સેવાઓ અને ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ જવા પામી હતી જેને પગલે સંદેશા વ્યવહાર ની આપલેમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી હતી આવનારા દિવસમાં વરસાદનું પ્રમાણ ઘટે તો જવાબદાર તંત્ર એ ત્વરિત તેના પગલાં લઈ અને રાબેતા મુજબની પરિસ્થિતિ ને થાળે પડવાની કોશિશ કરવી જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે.








