“સંતરામપુર અને લુણાવાડા માં નવરાત્રિ દરમ્યાન જોગીને સ્તંભ ઉપર બેસાડવાની અનોખી પરંપરા આજે પણ જીવંત
- “સંતરામપુર અને લુણાવાડા માં નવરાત્રિ દરમ્યાન જોગીને સ્તંભ ઉપર બેસાડવાની અનોખી પરંપરા આજે પણ જીવંત”
અમીન કોઠારી મહીસાગર
મહિસાગર જિલ્લાના સંતરામપુર અને લુણાવાડા માં રજવાડી વિસ્તારોમાં આજે પણ શતાબ્દી જૂની પરંપરા વર્ષોથી યથાવત જાળવી રાખવામાં આવેલ છે. નવરાત્રિના પવિત્ર અવસરે, પ્રજાની સુખાકારી અને શાંતિ માટે રાજાઓ દ્વારા આધ્યાત્મિક રીતિ-રિવાજો અનુસાર નવરાત્રીના પ્રથમ દિવસે”જોગીને સ્તંભ ઉપર બેસાડવાની” અનોખી પરંપરા આજે પણ અખંડ રૂપે અનુસરી રહ્યા છે.
અને રાજા પોતાની હાજરીમાં જોગીને પોતાના ખભા ઉપર પગ મૂકાવીને ઊંચા સ્તંભ ઉપર ચઢાવે છે. જોગી ત્યાં 9 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરે છે અને સમગ્ર નગર માટે શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરે છે. લોકહિત માટે રાજવી પરિવારો આ પરંપરાને શ્રદ્ધાપૂર્વક આજે પણ જાળવી રાખેલછે.
સંતરામપુર અને લુણાવાડાની આ વિશિષ્ટ સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓમાં આજે પણ રાજવી પરિવારોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આ અનોખી પ્રથા આજે જાળવી રાખવા માં આવેલ છે.