
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી :મોડાસા બાયપાસ રોડ એઇમ્સ હોસ્પિટલ આગળ રસ્તા પર પાણી ભરાયા :તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ નંબર જાહેર
હવામાન વિભાગ ધ્વારા બે દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઇ અરવલ્લી જિલ્લામાં ગઈ કાલે સાંજના સમયથી ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે. ગત સાંજે ધનસુરા ખાતે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેને લઇ માનવ જીવન પ્રભાવિત થયું હતું. બીજી તરફ જિલ્લાના વિવિધ તાલુકાની વાત કરવામાં આવે તો મોડાસા, મેઘરજ, ધનસુરા સહિત અનેક તાલુકામાં વરસાદ વરસી રહયો છે. વહેલી સવારે મોડાસા તેમજ ભિલોડા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેમાં ભિલોડાના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા તો મોડાસાના બાયપાસ રોડ પર આવેલ એમ્સ હોસ્પિટલ આગળ રસ્તા પર પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગ ધ્વારા જિલ્લામાં ભારે વરસાદની આગાહી ને પગલે તંત્ર ધ્વારા વિવિધ તાલુકામાં કંટ્રોલ હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા છે. જે નીચે મુજબ છે …
જિલ્લા કંટ્રોલ રૂમ નંબર : 1077
1 ..ડિઝાસ્ટર શાખા કંટ્રોલ રૂમ મોડાસા:02774250221
2..મામલતદાર કચેરી મેઘરજ કંટ્રોલ રૂમ નંબર:-02773244328
3..મામલતદાર કચેરી ભિલોડા કંટ્રોલ રૂમ નંબર:02771234524
4..મામલતદાર કચેરી બાયડ કંટ્રોલ રૂમ નંબર:02779220006
5..મામલતદાર કચેરી ધનસુરા કંટ્રોલ રૂમ નંબર:02774223932/33
6..મામલતદાર કચેરી માલપુર કંટ્રોલ રૂમ નંબર:02773223041




