મહીસાગર બાલાસિનોર ના ત્રણ યુવાનોનું બેંગકોક એરપોર્ટ ઉપરથી કરાયું અપહરણ
AMIN KOTHARIJuly 1, 2024Last Updated: July 1, 2024
46 1 minute read
બાલાસિનોરના ત્રણ યુવાનોનું બેંગકોક એરપોર્ટ ઉપરથી અપહરણ…
અમીન કોઠારી :- મહીસાગર
ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરના એક જ કુટુંબના ત્રણ યુવાનોને નોકરી આપવાના બહાને બેંગકોક એરપોર્ટ ઉપરથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બંદૂક મૂકી અપહરણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાલાસિનોર નગરમાં રહેતા ફેજલભાઈ સબ્બીરભાઈ શેખ, સકલેન સબ્બીરભાઈ શેખ અને વસીમ ઇસ્માઇલભાઇ શેખ નામના એક જ કુટુંબના ત્રણ યુવાનો પહેલા અરમનીયા કામ કરવા અર્થે ગયેલ હતા. ત્યાર બાદ ત્યાંથી અન્ય વ્યક્તિનો સંપર્ક થતાં બેંગકોક (થાઇલેન્ડ) નોકરી કરવા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અરમનીયા થી ઘરે આવ્યા બાદ ત્રણેય યુવાનો થાઇલેન્ડ જવા રવાના થયા હતા. ત્રણેય યુવાનોને બેંગકોક (થાઇલેન્ડ) એરપોર્ટ ઉપરથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બંદૂક મૂકી અપહરણ કરીને બેંગકોક (થાઇલેન્ડ) બોર્ડરની નદી પાર કરાવીને બર્મા મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા. તેમજ ત્રણેય યુવાનોને ગેરકાનૂની કામ કરવા માટે ફરજ પાડવામાં આવતી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર આ ત્રણ યુવાનોને જલ્દી ભારત પાછા લાવવામાં મદદ કરે તેવી પરિવારજનોની માંગ ઉઠી છે
બોક્સ :- સબાના,પરીવારજન બાલાશિનોર
26 તારીખે રાત્રે થાઇલેન્ડ જવા નીકળ્યા હતા. ત્યાંથી તેમને બંદૂક ની બીક બતાવી ઉઠાવી ગયા હતા. ત્યાંથી એમને મ્યાનમાર બોર્ડર ઉપર લઇ ગયા છે અને નક્સલવાદીઓનું કામ કરાવતા હોવાનું ત્યાંથી એક ભાઈ દ્વારા ફોન કરી જણાવવામાં આવ્યું. મારા ભાઈ અને મારા પતિને પાછા લાવવા માટે હું સરકારને વિનંતી કરુ છુ. –
«
Prev
1
/
76
Next
»
22 કલાક વીત્યા છતાં મોરબી પાડા પુલ ઉપરથી ઝંપલાવનાર યુવાનના મૃતદેહ ન મળતા પરિવારજનોમાં આક્રોશ,