MAHISAGARSANTRAMPUR
આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર, કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.ની 39મી સાધારણ સભાનું આયોજન.

આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર, કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.ની 39મી સાધારણ સભાનું આયોજન.
રિપોર્ટર…. અમીન કોઠારી મહીસાગર
આજ તા 1/7/2025 ના રોજ કોલેજમાં કોલેજ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા પ્રિન્સિપાલ ડૉક્ટર અભય પરમાર ની હાજરીમાં યોજાઇ હતી. મંડળીના મંત્રીશ્રી પ્રોફેસર ડી.ડી. વસાવા સાહેબે મંડળીનો વાર્ષિક અહેવાલ,નફા તોટા પત્રક અને અન્ય વિગતો સભા સમક્ષ રજૂ કરી હતી.
મંડળીના પ્રમુખશ્રી પ્રોફેસર નીતિન પંડ્યાએ કોલેજની સહકારી મંડળીના ભૂતકાળ અને વર્તમાનની વિગતો આપી મંડળીની સિદ્ધિઓ અને સફળતાની ચર્ચા કરી હતી.
- આ પ્રસંગે કોલેજમાંથી વય નિવૃત્ત થયેલા એવા પ્રો . ડૉ .આઈ.એલ. રાઠવા સાહેબ અને સહાયક શ્રી શિવાજીભાઈ ડામોરનો સહકારી મંડળી દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પ્રોફેસર રાઠવા અને શિવાજીભાઈનું શ્રીફળ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મંડળીના નિયમો અનુસાર કવર ભેટ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઊપસ્થિત સૌએ સ્વાદિષ્ટ પ્રીતિ ભોજન લીધું હતુ.



