MAHISAGARSANTRAMPUR
મહીસાગર જિલ્લામાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લુણાવાડાના વિવિધ વિસ્તારમાં દુકાનદારોને કચરાને લઈને દંડ ભટકાવામાં આવ્યો

મહીસાગર જિલ્લામાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લુણાવાડાના વિવિધ વિસ્તારમાં દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
તા.૧૮/૧૦/૨૪
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આહ્વાન થકી સમગ્ર રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સ્વચ્છતા હિ સેવા અભિયાનનો પ્રારંભ થયો હતો જેને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવતા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમને ૩૧ ઓક્ટોબર સુધી લંબાવી છે.
જે અંતર્ગત મહિસાગરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લુણાવાડા નગરપાલિકા દ્વારા લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં જ્યાં દુકાન સામે કચરો પડેલો હોય તેવા દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે લુણાવાડા નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે જ્યાં ત્યાં કચરો ફેકવો આપના શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી બધાની છે.





