
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં સ્ટેટ મોનિટરીંગ સેલની મોટી કાર્યવાહી 1,784 બીયર ટીન સાથે ₹ 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો- શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ
ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અરવલ્લી જિલ્લામાં હાઈવે પર ફિલ્મી અંદાજમાં પીછો કરી દારૂની મોટી હેરાફેરીનો ભાંડો ફોડવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન કુલ ₹6,98,140નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપવામાં આવ્યો છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓ ફરાર જાહેર કરાયા છે.ખાનગી બાતમી પરથી રેડ એ.એસ.આઈ. પરબતભાઈ વેજાભાઈ મકવાણા તથા તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે સફેદ રંગની મહિન્દ્રા XUV-500 (રજી. નં. GJ18-BD-4810) કારમાં રાજસ્થાનના ખેરવાડા વિસ્તારથી ઈંગ્લીશ દારૂ ભરી અરવલ્લી માર્ગે અમદાવાદ રીંગ રોડ તરફ જવામાં આવી રહી છે.આશ્રમ ચોકડી નજીક પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી. સંદિગ્ધ કાર નજરે પડતા પોલીસે પીછો કર્યો. રસ્તો બ્લોક થતા કારચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ રેણપુર વાડીલાલ પેટ્રોલ પંપ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા અટકી ગઈ. ડ્રાઈવર ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેને દોડી પકડી પાડ્યો.1,784 બીયર ટીન મળી આવ્યા પકડાયેલ આરોપીની ઓળખ રિતેશ સોમાભાઈ પટેલ (ઉ.વ. 41, રાણીપ, અમદાવાદ) તરીકે થઈ છે. કારની તપાસ દરમિયાન પાછળની સીટ અને ડેકીમાં કાળા કપડાથી ઢાંકેલા 1,784 નંગ ઈંગ્લીશ દારૂ-બીયરના ટીન મળી આવ્યા હતા. આરોપી પાસે દારૂ માટે કોઈ કાયદેસર પરમીટ અથવા દસ્તાવેજ ન હતા.ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ ઈ-ગુજકોપ ચકાસણીમાં સામે આવ્યું કે કાર પર લગાવાયેલ રજીસ્ટ્રેશન નંબર ખોટો હતો. કારનો અસલ નંબર GJ-18-BB-9808 હોવાનું બહાર આવ્યું. એટલે દારૂની હેરાફેરી માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કુલ જપ્ત મુદ્દામાલ
1,784 બીયર ટીન – ₹3,93,140
મહિન્દ્રા XUV-500 કાર – ₹3,00,000
મોબાઇલ ફોન – ₹5,000
કાળો કપડો – ₹0
કુલ મુદ્દામાલ: ₹6,98,140
ગેંગનો ખુલાસો….
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે રાજસ્થાનથી દારૂ લાવી ગુજરાતમાં સપ્લાય કરતો હતો. તપાસમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વિશ્રામ રૂપસી ભગોરા અને ઉદેપુરના કુલદીપ ઉર્ફે પંડીતજી સહિત અન્ય અજાણ્યા શખ્સોની સંડોવણી સામે આવી છે.પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.અરવલ્લી જિલ્લામાં દારૂ હેરાફેરી સામે સ્ટેટ મોનિટરીંગ સેલની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.





