
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ટીંટોઇ પોલીસની મોટી કાર્યવાહી – અપહરણના ચકચારી બનાવમાં ત્રણ આરોપીઓ ગુન્હામાં વપરાયેલી ગાડી સાથે ઝડપાયા , આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર – મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર
અરવલ્લી જિલ્લાનાં ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અપહરણના ચકચારી બનાવમાં ટીંટોઇ પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ગુન્હામાં વપરાયેલ ગાડી સાથે ઝડપી પાડ્યા છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ (ગાંધીનગર વિભાગ), પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા સાહેબ (અરવલ્લી) તથા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.વાઘેલા સાહેબ (મોડાસા વિભાગ)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગંભીર અને ભયજનક ગુન્હાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ માર્ગદર્શનના અનુસંધાને ટીંટોઇ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. દરજી દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં એ.ગુ.ર. નં. 111880132600009/2026 મુજબ ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 140(3), 189(2), 190, 115(2), 351(2)(3) તેમજ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુન્હો તા. 05/01/2026ના રોજ નોંધવામાં આવ્યો હતો.ફરિયાદ મુજબ આરોપીઓએ પોતાનું વર્ચસ્વ અને ધાક જમાવવાના હેતુથી ફરીયાદીનું અપહરણ કરી માર માર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા.આ ગંભીર બનાવ બાદ ટીંટોઇ પોલીસે ટેકનિકલ સોર્સ તથા વિશ્વસનીય માહિતીના આધારે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પકડાયેલા આરોપીઓમાં
1) શુભમ હેમંતભાઇ પટેલ (ઉ.વ. 21), રહે. કોલીખડ, તા. મોડાસા, જી. અરવલ્લી
2)અક્ષય ઉર્ફે અક્કી ભરતભાઇ પટેલ (ઉ.વ. 24)
3) નિખીલ ઉર્ફે નીક ભરતભાઇ પટેલ (ઉ.વ. 22) બન્ને હાલ રહે. 137, દેવાયત નગર–2, દેવરાજ મંદિર પાસે, વંદે ભારત કોમ્પ્લેક્ષ સામે, મોડાસા, જી. અરવલ્લી મૂળ રહે. નાનો ઠાકોર વાસ, મેદરા, તા. તથા જી. ગાંધીનગર ટીંટોઇ પોલીસે આરોપીઓને ગુન્હામાં વપરાયેલ વાહન સાથે પકડી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીથી વિસ્તારમાં ગુન્હેગારોમાં ભય અને સામાન્ય જનતામાં સુરક્ષાનો ભાવ મજબૂત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે હજુ પણ મુખ્ય આરોપી પોલીસ પકડ થી દૂર છે જે ને ઝડપવા માટે ટીંટોઈ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર વિસ્તારમાં હાલ એક જ ચર્ચાઓ જામી છે કે આરોપીઓ નો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે જેથી કરી અસામાજિક તત્ત્વો માં ભય ફેલાય અને કૃત્ય કરતા અટકે






