AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના વન વિભાગમાં મોટો ફેરફાર: અનેક R.F.O. અધિકારીઓની સામૂહિક બદલી..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા. ૩૦/૦૩/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી સત્તાવાર અધિસૂચના મુજબ રાજ્યના પરિક્ષેત્ર વન અધિકારી (R.F.O.), વર્ગ-૨ સંવર્ગના અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. આ આદેશ હેઠળ ડાંગ જિલ્લાના વન વિભાગના માળખામાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે.અનેક અનુભવી અધિકારીઓની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, જ્યારે તેમની જગ્યાએ નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.ડાંગ (દક્ષિણ) વન વિભાગ હેઠળ વાંસદા નેશનલ પાર્ક ખાતે ફરજ બજાવતા કુ. અંતિકા અરવિંદ તિવારીની બદલી સુરત સામાજિક વનીકરણ વિભાગના ઓલપાડ વિસ્તરણ રેંજ ખાતે કરવામાં આવી છે. તેમની જગ્યાએ વલસાડ (ઉત્તર) વિભાગના પાનગરબરી રેંજમાંથી હિનાબેન સુમનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.તેવી જ રીતે ડાંગ (ઉત્તર) વિભાગના સ્ટ્રાઇકીંગ ફોર્સ આહવા ખાતે ફરજ બજાવતા વિજય જીતેન્દ્રકુમાર વલવીની બદલી વ્યારાના નેસુ (પશ્ચિમ) રેંજ ખાતે કરવામાં આવી છે. તેમની જગ્યાએ વલસાડ (ઉત્તર) વિભાગના હનમતમાલ રેંજમાંથી પ્રતિભાબેન ઈશ્વરભાઈ પટેલને મૂકવામાં આવ્યા છે.શામગહન રેંજમાં ફરજ બજાવતા ચિરાગ અરવિંદભાઈ માછીની બદલી વડોદરા સામાજિક વનીકરણ હેઠળના શિનોર વિસ્તરણ રેંજ ખાતે કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને ટી.એ. વલસાડ (પ્રોજેક્ટ)માંથી કુ. મંજુલાબેન અવજુભાઈ ઠાકરેની નિમણૂક કરવામાં આવી છે.ડાંગ જિલ્લાના વિવિધ રેંજમાંથી અન્ય જિલ્લાઓમાં પણ અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં વિનયકુમાર પાંડુરંગભાઈ પવાર (આહવા પશ્ચિમ રેંજ)ની નવસારી સામાજિક વનીકરણ, ચીખલી ખાતે, દીપકભાઈ શાંતિલાલ હળપતિ (બરડીપાડા રેંજ)ની નવસારી સામાજિક વનીકરણ, વાંસદા ખાતે અને કુ. અંજનાકુમારી બાલ્યાભાઈ પાલવા (કાલીબેલ રેંજ)ની રાજપીપળા રીસર્ચ વિભાગ હેઠળ ઉકાઈ ખાતે બદલી કરવામાં આવી છે.

ડાંગ (ઉત્તર) વિભાગમાંથી અર્ચનાબેન જોશેફભાઈ હીરા (લવચાલી રેંજ)ની વલસાડ, સમીરભાઈ કે. કોંકણી (ભેંસકાતરી રેંજ)ની સુરત તથા મનોહરસિંહ હિંમતસિંહ વાઘેલા (પીપલાઇદેવી રેંજ)ની નડીયાદ સામાજિક વનીકરણ ખાતે બદલી કરવામાં આવી છે.ડાંગ (દક્ષિણ) વિભાગમાંથી હાર્દિક કે. ચૌધરી (આહવા પૂર્વ રેંજ)ની દાહોદ, મનીષકુમાર અન્નાભાઈ સોનવણે (સાકરપાતળ રેંજ)ની બોડેલી, બિપિનકુમાર ઓખાભાઈ પરમાર (ગલકુંડ રેંજ)ની મહેસાણા તથા સરસ્વતીબેન બાબુભાઈ ભોયા (ચીખલી રેંજ)ની માંગરોળ ખાતે બદલી કરવામાં આવી છે.વઘઇ વિસ્તારમાં કાર્યરત કુ. ફરીદાબેન ગોબાજીભાઈ વલવી (વઘઇ સોસાયટી)ની રાજપીપળા રીસર્ચ હેઠળ ડુંગરડા ખાતે, દિલીપભાઈ કાનજીભાઈ રબારી (વઘઇ રેંજ)ની રાજપીપળા ખાતે, સંદિપકુમાર રાયસંગભાઈ ચૌધરી (વઘઇ સો મીલ)ની કચ્છ ખાતે તથા સુનિલસિંહ વિક્રમસિંહ વાઘેલા (વઘઇ કોટવડીયા રેંજ)ની નડીયાદ ખાતે બદલીના આદેશો આપવામાં આવ્યા છે.ઉપરાંત ગણેશભાઈ શિવનાથભાઈ ભોયે (ચીચીનાગાવઠા રેંજ)ની વ્યારા ખાતે તથા કુ. શિલ્પાબેન રાજુભાઈ દેશમુખ (ટીમ્બર ડેપો વઘઇ)ની ખેડા સામાજિક વનીકરણ ખાતે બદલી કરવામાં આવી છે.ડાંગ જિલ્લામાં થયેલી આ વ્યાપક બદલીઓથી વન વિભાગના કામગીરીમાં નવી ગતિ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..

Back to top button
error: Content is protected !!